અમદાવાદના જુહાપુરામાં આવેલ ફતેહવાડી વિસ્તારમાં રાત્રિના બે વાગે મસ્તાન મસ્જિદ પાસે રહેતા એકજ કોમના બે પરિવારો વચ્ચે પથરાવ કરવામાં આવ્યો.
સમગ્ર ઘટના ની જાણ થતાં એસ.પી અને ડી. સી પી સહિત નો કાફલો ઘટનસ્થળે પહોંચી આવ્યો ત્યાર બાદ બંને પરિવાર ના લોકો ની અટકાયત કરી વેજલપુર પોલીસ સ્ટેશન માં લઈજવામાં આવ્યા અને સમગ્ર ઘટના ને થાળે પાડી.
મામલો ૨૧ વર્ષીય પુત્રીના પ્રેમ પ્રકરણ નો હતો જે બીજા પરિવાર ના પુત્ર સાથે ભાગી ગઈ અને જ્યારે આ વાત ની જાણ પરિવાર ના લોકો ને થતાં ભગાડી જનાર યુવક ના ઘરે યુવતીના પરિવારના લોકો પહોંચી ગયા અને વાત ચિત કરતા આખો મામલો બિચકયો ને સમગ્ર મામલા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વાત એટલી વણસી કે પથરાવ સુધી પહોંચી પથરાવ દરમિયાન આસપાસ ના લોકો ના પાર્ક કરેલા વાહનો ને પણ નુકસાન થયું હાલ તો કોઈ ઈજા કે જાન હાની ના સમાચાર તો સામે નથી આવ્યા પરંતુ વેજલપુર પોલિસ એ ૪ આરોપી ની ધરપકડ કરી છે બાકી ફરાર આરોપી ની શોધ ખોળ ચાલુ છે.