જીવલેણ હુમલો : તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકાયા; કરાયું ફાયરિંગ, ઘટના સ્થળે પુરાવા મળ્યા

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારના આશાપુરા વાવની ચાલી તેમજ વિશાલ પાન પાસે 19 ડિસેમ્બરે રાત્રે રાજન ઉપર જીવલેણ હુમલો થયો હતો.
સુત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ આશરે 9 થી 10 ઇસમો તીક્ષ્ણ હથિયારો લઈને રાજનને મારવા આવ્યા હતા જે વિડિયો અથવા સીસીટીવી માધ્યમે પુરવાર થઈ રહ્યું છે. રાજન હુમલો થતાં આશાપુરા વાવની ચાલીમાં તેના ઘર તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

જે બાદ ભરત સોલંકીએ તેને મારવા માટે પોતાની પાસે રહેલી પિસ્તોલ દ્વારા ફાયરિંગ કર્યું હતું. અચાનક રાજન પડી જતા ગોળી દિવાલમાં ભટકાઈને થોડીક દૂર સામેની સાઈડ જઈને પડી હતી.
પરંતુ રાજન ખુદને બચાવા જતા પડી ગયો હતો જ્યાં રાજનની લોહીના નિશાન પણ મળી આવ્યા છે. બંધુકની ગોળી હાલ પોલીસ પાસે જમા છે અને તપાસ ચાલી રહી છે.
અંગત અદાવતને લઈને બંને પક્ષકારો દ્વારા મારામારીની ઘટના સામે આવી રહી છે. એકબીજાનો જીવ લેવા અધ્ધર બન્યા છે.
વિશાલ પાન પાસે રાજન ઉપર થયો હુમલો
તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકાયા
આશરે 8 થી 10 લોકો આવ્યા હતા હથિયારો લઈને
બંધૂક દ્વારા કરાયું હતું ફાયરિંગ
ઘટના સ્થળે તીક્ષ્ણ હથિયારો મળ્યા

તેવામાં જીવણ સોલંકી જે ફાયરિંગ કરનાર ભરત સોલંકીનો સગો ભાઈ થાય અને હાલ 2017માં કિસ્મતની હત્યાના કેસમાં પેરોલ જમ્પ પર છે.
જે સૂત્ર પ્રમાણે મળતી માહિતી મુજબ હાલ બાપુનગર વિસ્તારમાં અવારનવાર જોવા મળી રહ્યો છે. અને તેના પર 2015 માં પાસાનાં કેસ સહિત મારામારી, દારૂનો વ્યવસાય સહિતના કુલ 15 જેટલા ગુના પોલીસ રેકોર્ડમાં બોલી રહ્યા છે.
જે હાલ બાપુનગર વિસ્તારમાં વારંવાર જોવા મળી રહ્યો છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ મામલાની જાણ પોલીસને છે કે નહીં? છે તો શા કારણે કે પોલીસની નજરથી દૂર છે? અને નથી તો પોલીસ સજ્ઞાન લઈને કયારે તેની ધરપકડ કરીને જેલ હવાલે કરશે? જેથી આવી બનતી તમામ ઘટનાઓ પર રોક લગાવી શકાય!!!