ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના હાઇવે ઉપર અકસ્માતોનનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જીવલેણ અકસ્માતોમાં પણ ચિંતાજનક વધારો થયો છે.
અડાલજમાં કારની ટક્કરે અજાણ્યા વાહનચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી તાત્કાલિક આ ઘાયલ યુવાનને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો ન હતો. તો આ બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધ્યો છે.
અડાલજ હાઇવે ઉપર કારની ટક્કરે રાહદારી યુવાનનું મોત

ઇજાગ્રસ્ત અજાણ્યા યુવાનને તાત્કાલિક અમદાવાદ સિવિલ ખસેડાયો પણ જીવ ન બચ્યો
જીવલેણ અકસ્માતોમાં ચિંતાજનક વધારો : ગાંધીનગર શહેર અને જિલ્લાના હાઇવે માર્ગો ઉપર ગમખ્વાર અકસ્માતોમાં જીવલેણ વધારો થયો છે. ત્યારે અડાલજમાં મહારાજ હોટલ પાસે અજાણ્યા રાહદારી યુવાનનું કારની ટક્કરે મોત નિપજ્યું છે.આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમો, અડાલજની હોટલ પાસેથી એક રાહદારી યુવાન પસાર થતો હતો ત્યારે વૈષ્ણોદેવી સર્કલ તરફથી આવતી એક કારે આ રાહદારી યુવાનને ટક્કર મારી હતી.
જેના કારણે આ યુવાન પટકાયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યાર બાદ અકસ્માત સર્જનાર આ કારચાલકે જ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી અને આ ઘાયલ યુવાનને સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડયો હતો પરંતુ સિવિલના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. અડાલજ પોલીસે આ અકસ્માત અંગે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.