જાહેરમાં થૂંકનારા ચેતી જજો, Breaking News 1

Spread the love

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવાની શરૂઆત કરી દેવામાં આવી છે

શું આપ અમદાવાદમાં રહો છો? જો આપ અમદાવાદમાં બાઈક, રિક્ષા, કાર કે અન્ય વાહનની સફર કરી રહ્યા છો તો ભૂલથી પણ રસ્તા પર થૂંકતા નહીં. કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવાની શરૂઆત કરી દેવામાં આવી છે. છેલ્લા 2 દિવસમાં 287 લોકો પાસેથી અમદાવાદ મનપાએ 31000 રૂપિયાનો દંડ વસુલ્યો છે.

જાહેરમાં

AMC કમિશનરે આપ્યો છે આદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે જાહેર સ્થળો કે દીવાલો પર થૂંકનારા અને પાન-મસાલા ખાધા પછી કચરો રસ્તા પર ફેંકનારાઓ પાસેથી દંડ વસૂલવાનો આદેશ આપ્યો છે, ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીએ અનેક લોકો પાસેથી દંડ વસૂલ્યો છે.

ખાસ ઝુંબેશ કરાઈ શરૂ

સામાન્ય રીતે રસ્તા પર ચાલતી વખતે કે વાહનોમાં મુસાફરી કરતી વખતે પાન-મસાલા ખાધા પછી કેટલાક લોકો રસ્તા પર કે દીવાલો પર થૂંકીને ગંદકી ફેલાવે છે. જેના કારણે કોઈપણ શહેર કે ગામની સ્વચ્છતા જાળવવી મુશ્કેલ બની જાય છે. પરંતુ આવા લોકોને સુધારવા અને શહેરની સ્વચ્છતા જાળવવા માટે અમદાવાદમાં એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

બે દિવસમાં ઝડપાયા 287 લોકો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ. થેન્નારસને અધિકારીઓને જાહેર સ્થળોએ થૂંકનારા અને કચરો ફેંકનારાઓને દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે. માત્ર બે દિવસમાં 287 લોકો ઝડપાયા છે અને તેમની પાસેથી 31,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

50થી 500 રૂપિયા સુધીનો દંડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ગંદકી ફેલાવવા બદલ 50થી 100 રૂપિયા સુધીનો દંડ વસૂલે છે. જો વાહન દ્વારા મુસાફરી કરતા લોકો રસ્તા પર થૂંકતા પકડાય તો 50થી 500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ગંદકી ફેલાવનારાઓ પાસેથી પ્રથમ દિવસે રૂ.16,000 અને બીજા દિવસે રૂ. 15,000નો દંડ વસૂલ્યો છે. અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે.

આ વિસ્તારમાં કરાઈ રહી છે કાર્યવાહી

અમદાવાદ શહેરના SG હાઇવે, નારણપુરા, નવરંગપુરા, વાડજ, મણિનગર, વેજલપુર, રાણીપ, પાલડી, સાબરમતી, ચાંદખેડા, નરોડા, બાપુનગર, સૈજપુર બોઘા, ચાંદલોડિયા, IIM રોડ સહિતના વિસ્તારોમાં પાનની દુકાનો પાસે જાહેરમાં રસ્તા પર ઉભા રહીને થૂંકનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *