જામનગરના કાલાવડ તાલુકાના મોટી માટલી પાસે ગત રાત્રે ટ્રકમાં આગ લાગી હતી.
જામનગરના કાલાવડ તાલુકાના મોટી માટલી પાસે મોડી રાત્રે એક ટ્રક માં આગ લાગી હતી. કાલાવડ જામનગર હાઇવે પર મોટી માટલી ગામ પાસે એક મીઠા ભરેલ ટ્રકમાં એકાએક આગ લાગી હતી. ટ્રક જામનગરથી વેરાવળ મીઠું લઈને જઇ રહયો હતો. મોટી માટલી ગામના સરપંચએ કાલાવડ ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
કાલાવડ ફાયરબ્રિગેડની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા ટ્રક પર લાગેલ આગ પર કાબુ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આચનક આગ લાગતા ટ્રકના ડ્રાયવર અને અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. ટ્રકમાં એકા એક આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. કાલાવડ જામનગર હાઇવે બંધ કરવો પડ્યો હતો. ડ્રાયવરની સૂઝબૂઝના કારણે કોઇ જાનહાનિ થઈ નથી. ભારે જહેમત બાદ કાલાવડ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. આગ શેના લીધે લાગી હતી તે હજુ અકબંધ છે.