લગ્નમાં જમવાની પ્લેટ માટે બબાલ થઈ ગઈ, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
લગ્નમાં ઘણીવાર લડાઈ ઝઘડા થતાં હોવાના સમાચાર સામે આવતા રહે છે. લગ્ન પ્રસંગમાં જમવાને લઈને પણ અગાઉ ઘણીવાર વિવાદ સર્જાઈ ચૂક્યા છે. આ વખતે પણ લગ્નમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો. આ વખતે તો લગ્નમાં જમવાની પ્લેટ માટે બબાલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે લખનઉમાં લગ્ન પ્રસંગમાં જમવાની પ્લેટ ઘટતા જાનૈયાઓ ભડક્યા હતા.
મામલો એટલો વધી ગયો કે વર અને કન્યા પક્ષના લોકો સામ સામે આવી ગયા અને એકબીજા પર ખુરશી ફેંકીને મારામારી કરવા લાગ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મારામારીનો વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક લગ્નમાં કેટલાક લોકો મારામારી કરી રહ્યા છે. લોકો ખુરશી એકબીજા પર ફેંકી રહ્યા છે. તો કેટલાક લોકો ત્યાંથી ભાગતા પણ જોવા મળી રહ્યા છે.