છોટાઉદેપુરમાં પતિએ ચારિત્ર્યની શંકા રાખી પત્નીને મોતને ઘાટ ઉતારી, Crime News 1

Spread the love

છોટાઉદેપુર જિલ્લામાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે

છોટાઉદેપુર જિલ્લામાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. હાલ પતિ વડોદરાની હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

છોટાઉદેપુર

પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડા

પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામે રહેતો સુરેશ રાઠવા તેની પત્ની મેલીબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરતો હતો અને બન્ને વચ્ચે આ બાબતો અવારનવાર ઝઘડા પણ થતાં હતા. ગતરોજ પણ આ મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન આક્રોશમાં આવીને સુરેશે મેલીબેનને માથામાં કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા કરી નાખી હતી.

હત્યા બાદ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

હત્યા કર્યા બાદ સુરેશને પસ્તાવો થતાં પોતે ફળિયામાં આવેલા વીજ થાંભલા ઉપર ચઢી ચાલુ વીજ લાઈન પકડી લઈ આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હતો. જેથી સુરેશ રાઠવા ગંભીર રીતે દાઝી જતાં તેને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે હાથ ધરી તપાસ

તો આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *