ચાઈનીઝ તુક્કલ અને દોરા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવા છતાં હજી બજારોમાં તેનું વેચાણ થતું હોવાથી પોલીસે દરોડા પાડવા માંડ્યા છે.



વડોદરાના ગેંડીગેટ રોડ પતંગ બજાર અને આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડી ચાઈનીઝ ચીજોની શોધખોળ કરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસે રોનક કમલેશભાઈ ચુનારા (વિઠ્ઠલવાડી, નાની શાકમાર્કેટ ચોખંડી) પાસેથી પાંચ ચાઈનીઝ રીલ મળી આવી હતી.

પોલીસે આ અંગે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી ચાઈનીઝ રીલ ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછપરછ કરી હતી.