મૂળ મહુવા તાલુકાના અને હાલ સુરતના પિતા-પુત્રોને ભાગીદારીમાં જમીન રાખવાનું બહાનું કાઢી બોલાવ્યા હતા
પિતા અને બે પુત્રને વાડીની ઓરડીમાં બાંધી લાકડી અને કેબલ વાયરથી ઢોર માર મારી 6 શખ્સ ફરાર થઇ ગયાની વરતેજ પોલીસમાં ફરિયાદ
ભાવનગર : મૂળ મહુવા તાલુકાના સમઢિયાળાનાં વતની અને હાલ સુરત ખાતે રહેતા આધેડ અને વાળુકડના શખ્સ સહિત ત્રણ મિત્રો મળીને ભાગીદારીમા સુરત, બોધાન ગામ ખાતે ૨૪ વીઘા જમીન ખરીદી કરી હતી. આ સોદો કેન્સલ થતાં ૯૦ લાખની લેતી દેતી બાબતે ભાગીદાર વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. આ બોલાચાલીની દાઝ રાખી પિતા-પુત્રએ જમીનનો સોદો કરવાના બહાને વાળુકડ ગામે ૧.૧૦ કરોડ સાથે બોલાવી પિતા અને તેના બે દિકરાને વાડીની ઓરડીમાં દોરડા વડે બાંધી ત્રણેયને છ શખ્સોએ ગંભીર પણે મારમારી યુવાનને મોતને ઘાટ ઉતારી ૧.૧૦ કરોડની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મૂળ મહુવા તાલુકાના સમઢિયાળા ગામનાં વતની અને હાલ સુરત હિરાબાગ, એ.કે. રોડ, ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા ખેડૂત તુલસીભાઈ સવજીભાઈ લાઠિયાએ વરતેજ પોલીસ મથકમાં ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનાં વાળુકડ ગામના લાભુભાઇ જીવરાજભાઇ સવાણી અને દર્શન લાભુભાઇ સવાણી તથા ૪ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તુલસીભાઈ તથા પ્રવીણભાઈ અને લાભુ જીવરાજભાઈ સવાણી ત્રણેય મળી ભાગીદારીમાં સુરત, બોધાન ગામ ખાતે ૨૪ વીઘા જમીન અજીતભાઇ દરવાર પાસેથી રાખેલ આ જમીનનો સોદો કેન્સલ થતા તેના ૯૦ (નેવુ) લાખ રૂપિયાની લેતી દેતી બાબતે તુલસીભાઈ તથા લાભુ વચ્ચે મનદુખ થયેલ જેની દાઝ રાખી લાભુ તથા તેના પુત્ર દર્શન લાભુભાઈએ અગાઉથી પ્રિ-પ્લાન (કાવતરૂ રચી) વાળુકડ સીદસર રોડ પર આવેલ જમીન ભાગીદારમાં રાખવાનુ બહાનુ બનાવી રૂ.૧ કરોડ ૧૦ લાખ સાથે લઇ વાળુકડ આવવાનુ કહેતા તુલસીભાઈ તથા વિપુલભાઇ તુલસીભાઈ લાઠિયા તથા નાનો પુત્ર નિલેષભાઇ વાળુકડ ગામે તેઓની કાર નંબર જીજે ૦૫ સીએસ ૩૮૯૨ લઇ આવ્યા હતા.

તુલસીભાઈ તથા નાનો પુત્ર નિલેષભાઈ તથા મોટો પુત્ર વિપુલભાઇને સોદા માટે રૂપિયાની ગણીતરી કરવા લાભુ તથા દર્શન તેઓની વાડીએ લઇ જઇ અન્ય ચાર અજાણ્યા શખ્સોને બોલાવી વાડીએ બોલાવી વાડીએ આવેલ ઓરડીમાં તુલસીભાઈ અને બંને પુત્રને દોરડાથી બાંધી પૈસા તમે ખાઇ ગયા છો તેમ કહી ગાળો આપી પિતા પુત્ર સહિત છ શખ્સે તુલસીભાઈ ,નિલેષભાઈ તથા વિપુલભાઈને આડેઘડ લાકડી તથા કેબલ વાયર વતી મારમારી પગે તથા હાથે મુંઢ ઈજાઓ કરી તદુપરાંત મોટા દિકરા વિપુલભાઈને માથામા પાછળના ભાગે તથા કપાળમાં જમણી બાજુ તથા બન્ને હાથે પગે તથા વાસામાં (પીઠના) ભાગે લાકડીઓ તથા કેબલ વાયર વતી જીવલેણ ગંભીર ઈજા કરી મોત નિપજાવી તુલસીભાઈ સાથે લઈ આવેલ ૧ કરોડ ૧૦ લાખ રૂપીયાની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાની જાણ થતાની સાથેજ ડીવાયએસપી સહિત વરતેજ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે ચાર અજાણ્યા સહિત છ શખ્સો વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૦૨, ૩૯૬, ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૩૪, ૧૨૦બી, જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દવાખાનાના બિછાનેથી મૃતકના પિતાનું આક્રંદ
ઇજાગ્રસ્ત હાલતે તુલસીભાઈ ને અને નાના પુત્રને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા મૃતક ના પિતા તુલસીભાઈએ હોસ્પિટલના બીજાનેથી પુત્ર માટે કરતા જણાવ્યું હતું કે વાળુકડ ગામે બોલાવી ઓરડીમાં બાંધી પીતા અને બંને પુત્રને ગંભીર પણે માર મારવામાં આવ્યો હતો અને જેમાં મોટા પુત્ર નિલેશ નું મોત નીપજ્યું હતું.
પિતા-પુત્રનું પ્રિ-પ્લાનથી મર્ડર વિથ લૂંટ
અગાઉ ભાગીદારીમાં થયેલી બોલાચાલીની દાજ રાખી ઘોઘાના વાળુકડ ગામે રહેતા પિતા લાભુ અને પુત્ર દર્શન દ્વારા કાવતરું રચિ સુરત ખાતે રહેતા તુલસીભાઈ અને તેના બંને પુત્રોને જમીનનો સોદો કરવા માટે રોકડા રૂપિયા સાથે લઈ આવવાનું બહાનું કરી પિતા પુત્ર સહિત શખ્સે મોટર વિથ લૂંટ ને અંજામ આપી દીધો હતો.