હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે, સાથે જ હાલ ઉત્તર-પૂર્વ દીશા તરફથી પવનો આવતા હોવાના લીધે ઠંડીમાં વધારો થશે
રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરતા હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાળો આવશે તેમજ તાપમાન ઘટતા સામાન્ય ઠંડી અનુભવાશે.

3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે
અત્રે જણાવીએ કે, હાલ ઉત્તર -ઉતરપૂર્વના પવન ફૂંકાયા છે અને આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે જે ત્રણ 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. આમ 3 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા વ્યક્ત કરાઈ છે. કમોસમી વરસાદને લઈ જણાવ્યું હતું કે, આવનાર પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી.
કમોસમી વરસાદને લઈ અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. આગાહી મુજબ 3થી 5 ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. પશ્ચિમી વિક્ષેપને લઈ તારીખ 5 અને 6 ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એમ પણ કહ્યું કે, આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ થઇ શકે છે.

ઠંડીને લઈ અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે. આગામી 19થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે.