મોરબી : ગેસ સિલિન્ડરની મોંઘવારી/મોરબીમાં થયાં દેખાવો | Cost rise in gas cylinder 1

Spread the love

ગેસ સિલિન્ડરની મોંઘવારીનો મામલો

ગેસ સિલિન્ડરની મોંઘવારી

ગેસ સિલિન્ડરની મોંઘવારી : મોરબીમાં થયાં દેખાવો

રાજસ્થાન માં ૪૫૦/ માં ગેસ સિલિન્ડર તો ગુજરાતમાં કેમ નહીં?

એકને ગોળ એકને ખોળ જેવી સરકારની નીતિ નો થયો છે આક્ષેપ

ગુજરાતમાં રાજસ્થાનની જેમ ૪૫૦ રૂપિયામાં ગેસનો બાટલો મળતો થાય અને લોકોની આ મોંઘવારીની વેદના ને આજે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને દેખાવ કર્યો હતો.

ગેસ સિલિન્ડરની મોંઘવારી

આ બાબતે વાત કરીએ તો રાજસ્થાનની સરકારે પોતાની જનતા માટે રૂપિયા ૪૬૦ માં ગેસ સિલિન્ડર બાટલો આપવાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં ભાજપને ખોબલે ને મત આપ્યા છે તો ગુજરાતની જનતાને ૪૫૦ રૂપિયામાં રાંધણગેસના બાટલો કેમ ન મળે? તેવા સવાલ સાથે આ મોંઘવારી સાથે પીડાઈ રહેલા લોકોએ ઉઠાવ્યો છે? ગુજરાતમાં ૬૦ લાખથી વધુ ગેસ કનેક્શન ધારકો છે.

ગેસ સિલિન્ડરની મોંઘવારી

તેઓ રૂપિયા ૧૧૦૦/- ની આસપાસની કિંમતમાં ગેસ સિલિન્ડર ખરીદે છે. રાજસ્થાન ભાજપ સરકાર રૂપિયા ૪૫૦ ના ભાવે ગેસ સિલિન્ડર આપી શકે તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતને કેમ અન્યાય કરવામાં આવે છે? તેવી વાત લઈને મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા પંકજભાઈ રાણસરિયા, ગોકળભાઈ ભરવાડ, પરિમલ કૈલા તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સલમાબેન અજમેરીની આગેવાનીમાં આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનોએ ગાંધી ચોક ખાતે હાથમાં સ્લોગન ના પેમ્પલેટ રાખીને દેખાવ કર્યો હતો.

આ મોંઘવારી સમગ્ર આમ જનતા ને નડે છે. ગુજરાત ની જનતાએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે ત્યારે આ ભાજપની સરકાર ગુજરાતની જનતાને ૪૫૦ માં ગેસ સિલિન્ડર કેમ ના આપી શકે? એકને ગોળ અને એક ને ખોળ જેવી આ સરકારની નીતિ છે તેવા આક્ષેપ સાથે સવાલ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા!

link 1

link 2


Spread the love
  • Related Posts

    Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

    Spread the love

    Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


    Spread the love

    Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

    Spread the love

    Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


    Spread the love

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *