ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયની પ્રણાલી ઝડપી બનાવવા માટે ઓટો જનરેટ ડેટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે
ગુજરાત હાઈકોર્ટમાં તમામ કેસોનો ઝડપી નિકાલ કરવા માટે ચીફ જસ્ટિસે એક સિસ્ટમની શરઆત કરાવી છે. જે ‘ઓટો જનરેટ ડેટ સિસ્ટમ’ થકી દરેક કેસને ફટાફટ તારીખ મળી જાય અને કેસનો નિવેડો આવે તેને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ સિસ્ટમથી હવે કોર્ટમાં ન્યાયની પ્રણાલી ઝડપી બને તેવી આશા છે.
‘દૂરગામી પરિણામો સારા આવશે’
આ બાબતે એડવોકેટ હાર્દિક બારોટએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમના કારણે 20થી 25 વર્ષ જુના કેસો પણ બોર્ડ પર આવવા લાગ્યા છે. જે લોકોને તારીખ જ ન હોતી મળતી તે તમામને હવે તારીખ પણ મળી જશે. જેના કરાણે જૂના કેસો કે જેની લોકો રાહ જોઈ રહ્યાં હતાં તેનું પણ નિરાકરણ આવશે. આ પ્રણાલીના કારણે દૂરગામી પરિણામ સારા આવશે.
‘વર્ષો જૂના પેન્ડિંગ કેસો બોર્ડ પર આવશે’
ઓટો જનરેટ ડેટ સિસ્ટમ વિશે તેમણે વાત કરતા કહ્યું કે, ચીફ જસ્ટિસ દ્વારા શરૂ કરાયેલી નવી પહેલાના કારણે જે વર્ષો જૂના પેન્ડિંગ કેસો છે તેમની પણ તારીખો આવશે. જે મેટર કટઓફમાં જતી રહેતી હતી અને જેમાં લાસ્ટ ડિસ્ટન્સ ડેટ જ દેખાતું હતું જે મેટર ભવિષ્યમાં ક્યારે બોર્ડ પર આવશે તેનો કોઈને ખ્યાલ આવતો જ ન હતો, તેની પણ હવે તારીખ જાણવા મળશે.