ગુજરાતમાં દર 7 મિનિટે એક વ્યક્તિને હૃદયરોગની બીમારી : લાઇફસ્ટાઇલ, ફાસ્ટફુડ, માનસિક તણાવ જવાબદાર | mental stress

Spread the love

ગુજરાતમાં દર સાત મિનિટે એક વ્યક્તિને હૃદયરોગની બીમારી : લાઇફસ્ટાઇલ, ફાસ્ટફુડ, માનસિક તણાવ જવાબદાર

ગુજરાતમાં દર

ગુજરાતમાં હૃદયરોગના કેસો ચિંતાજનહદે વધી રહ્યા છે. 108 ઇમરજન્સીના આંકડા મુજબ, ગુજરાતમાં દર સાત મિનિટે એક વ્યક્તિ હૃદયરોગનો ભોગ બની રહ્યો છે. વર્ષ 2023માં રાજ્યમાં હૃદયરોગના કુલ મળીને 72573 કેસો નોંધાયા હતાં. ચિંતાની વાત એછેકે, અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં હૃદયરોગના કેસો વધી રહ્યા છે.

સુરત- વડોદરામાં 31 ટકા,રાજકોટમાં 42 ટકા અને અમદાવાદમાં 28 ટકા કેસોનો વધારો નોધાયો

ગુજરાતમાં દર

ગુજરાતમાં હૃદયરોગીઓ વધી રહ્યા છે. હાલ યુવાનો હાર્ટએકેટનો ભોગ બની રહ્યા છે ત્યારે એવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છેકે, ગુજરાતમાં કેસોની દ્રષ્ટિએ અમદાવાદમાં સૌથી વધુ હૃદયરોગના કેસો નોઁધાયા છે. વર્ષ 2023માં અમદાવાદમાં કુલ 21,496 હૃદયરોગના કેસો નોંધાયા છે. અમદાવાદમાં હૃદયરોગના દર્દીઓમાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ગુજરાતમાં દર

આ તરફ, સુરતમાં 5408, રાજકોટમાં 4910, ભાવનગરમાં 3739 અને વડોદરામાં 3618 કેસો નોંધાયા છે. ટકાવારી દ્રષ્ટિએ જોઇએ તો, સુરતમાં 31 ટકા, રાજકોટમાં 42 ટકા, ભાવનગરમાં 21 ટકા અને વડોદરામાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે.

લોકોની જીવનશૈલી બદલાઇ છે. આ ઉપરાંત ફાસ્ટફુડનું ચલણ વધ્યુ છે. સાથે સાથે માનસિક તણાવ સાથેની લાઇફસ્ટાઇલ પણ વધતા હૃદયરોગ માટે જવાબદાર પરિબળ છે. યુવાનો હાર્ટએકેટનો ભોગ બની રહ્યા છે ત્યારે હવે લોકોમાં હૃદય ચેકઅપને લઇને જાગૃતિ વધી છે. લોકો સામે ચાલીને નિયમિત ચેકઅપ કરાવતા થયા છે. ડોક્ટરોની સલાહ લેતા થયા છે જે એક સારી નિશાની છે.

ગુજરાતમાં દર

108 ઇમરજન્સીમાં વર્ષ 2017માં હૃદયરોગને લઇને 52,453 કોલ્સ આવ્યા હતાં. જયારે વર્ષ 2018માં કોલ્સ વધીને 53,700 થયા હતાં. વર્ષ 2019માં 63,628 કેસો, વર્ષ 2020માં 44,797, વર્ષ 2021માં 42,555 અને વર્ષ 2022માં 56,777 કોલ્સ આવ્યા હતાં. વર્ષ 2023માં હૃદયરોગ સબંધિત બિમારીને લઇને કુલ મળીને 72,573 કોલ્સ આવ્યા હતાં. આમ, ગુજરાતમાં હૃદયરોગની બિમારીમાં વધારો થઇ રહ્યો છે.

link 1

link 2


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *