ગુજરાતના ખેડા જિલ્લામાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા હતા, જ્યારે અન્ય બે લોકો ઝેરી આયુર્વેદિક શરબતનું સેવન કર્યા પછી તેમના જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે.
કથિત રીતે ઘાતક મિથાઈલ આલ્કોહોલ ધરાવતું શરબત ‘કલમેઘસવ – આસવા અરિષ્ટ’ નડિયાદ શહેર નજીક બિલોદરા ગામમાં કાઉન્ટર પર વેચાતું હતું. તબીબી પરીક્ષણોએ મૃતકમાં કોઈપણ (ઇથિલ) આલ્કોહોલનું સેવન નકારી કાઢ્યું છે.
એક અધિકારીએ જણાવ્યું કે, “ગામવાસીઓમાંથી એકના લોહીના નમૂનામાં મિથાઈલ આલ્કોહોલની હાજરીની પુષ્ટિ થઈ છે.”
દવાઓની અંદર આલ્કોહોલ અને મિથેલીન જેવા ઝેરી તત્વોનો ઉમેરો કરવામાં આવ્યાનો મામલો સામે આવ્યો છે. ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુનેગારો સામે ગંભીર પગલા લેવાની માંગ કરવામાં આવી છે.
અમદાવાદ પાસેના ખેડા જિલ્લામાં વચ્ચે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી કોશિયાએ આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શરદ ઋતુઓમાં આયુર્વેદિક દવાના નામે અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવેલી દવાઓની અંદર કેટલાક શખ્સો કાયદાનો ગેરલાભ લઈ તેની અંદર આલ્કોહોલ અને મિથેલીન જેવા ઝેરી તત્વોનો ઉમેરો કરી વેચાણ કરતા હોય છે જોકે કાયદાની જોગવાઈ મુજબ આ દવાની કોઈ પરમિશન પ્રક્રિયા હોતી નથી એટલું જ નહીં આ ઘટનામાં માણસનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જે ગંભીર બાબત છે અને રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરી આકરા પગલાં ભરશે તેવી સ્પષ્ટતા કરી હતી.
નડિયાદમાં ઝેરી સિરપ પીવાથી લોકોના મોત થયા છે. ખેડા એસ. પી રાજેશ ગઢીયા એ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા જણાવાયું હતું કે આયુર્વેદિક સીરપનો નમુનો સાયન્ટિફિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે.તેમજ હાલ જિલ્લા પોલીસ દ્વારા એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સને સાથે રાખી સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.કયા તબક્કે સિરપમાં નશીલા પદાર્થો ભેળવાયા તેની પણ હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.તેમજ સીરપ વેચનાર છે અને જ્યાંથી લાવીને વેચવામાં આવી રહ્યુ હતું તેની પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.
મહેસાણા
મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા આયુર્વેદિક સીરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા આયુર્વેદિક સીરપનો મોટો જથ્થો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેસાણા પોલીસ દ્વારા જિલ્લામાં મેડિકલ સ્ટોર તથા પાર્લરો ઉપર ચેકિંગની કામગીરી કરવામાં આવેલ જેમાં જિલ્લામાં કુલ 210 જગ્યાઓએ પાર્લરો ચેક કરવામાં આવેલ જે પૈકી છ જગ્યાઓ ઉપર એલસીબી દ્વારા ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા એસોજી દ્વારા મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા કડી પોલીસ સ્ટેશન લાગણા જ પોલીસ સ્ટેશન સાંથલ પોલીસ સ્ટેશન આ તમામ વિસ્તારોમાંથી આયુર્વેદિક સીરપ ની કુલ બોટલ 2633 મળી આવતા જે કુલ અંદાજે કિંમત 3,92,188 નો આયુર્વેદિક સીરપ નો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પાટણ : પાટણના સમીમાંથી શંકાસ્પદ હર્બલ સીરપનો જથ્થો ઝડપ્યો.સમીના અનવરપુરા ગામે મકાનમાંથી શંકાસ્પદ સીરપનો જથ્થો ઝડપાયો છે. 5300 બોટલ કિ. રૂ 7 લાખનો સિરપનો જથ્થો ઝડપાયો. પાટણ એસ.ઓ.જી પોલીસે દરોડો પાડી ઝડપી લીધો શંકાસ્પદ સિરપનો જથ્થો અને હાથ ધરી કાયદેસરની કાર્યવાહી.
બોટાદના ધારાસભ્યએ નશાવાળી આયુર્વેદિક સીરપ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા માટે કરી રજૂઆત
ગુજરાત રાજ્યમાં નશાવાળી આયુર્વેદિક સીરપ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મુકવા માટે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી કે ગુજરાત રાજ્યમાં આયુર્વેદિક સીરપના નામ ઉપર ઝેરી કેફી પીણું ગુજરાતના દરેક જિલ્લામાં વેચવામાં આવી રહ્યું છે જેના કારણે યુવાનોમાં નશાની આદત પડી જતી હોય છે,અને ગુજરાતનું યુવાધન આ કેફી સીરપના રવાડે ચડતું જાય છે ત્યારે તાજેતરમાં જ નડિયાદમાં આ ઝેરી સિરપ પીવાથી પાંચ કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છે, જેથી ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવી ઘટનાઓ ફરી વખત ના બને તેના માટે તાત્કાલિક આવી ઝેરી સીરપ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેમજ આ સીરપનું ઉત્પાદન કરતી કંપની અને કંપનીના માલિકો ઉપર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ હતી.
ગાંધીનગર SPએ સીરપ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.ગાંધીનગર શહેરમાં અનેક જગ્યાએ સીરપ મુદ્દે કામગીરી હાથ ધરાઇ છે.નશાકારક દ્રવ્યો સામે ગાંધીનગર પોલીસ રેડ કરી રહી છેઆ રેડમાં 9 કેસમાં જાણવા જોગ ફરીયાદ દાખલ થઈ છેરેડ દરમ્યાન પોલીસ ને 1 હજાર શંકાશીલ બોટલ પકડાઈ છે.જપ્ત કરવામાં આવેલી આલ્કોહોલની બોટલ છે કે નહિ તેની fsl માં તપાસ થશેFSLની તપાસમાં નશાકારક દ્રવ્યો સામે આવશે તો કડક પગલાં ભરાશે.સમગ્ર ગુજરાતમાં આ મામલો અત્યારે ચર્ચાનો વિષે બન્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવાંમાં આવી છે.