ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જે વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગે છે, તેઓ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની એક મહિનાથી પ્રક્રિયા ચાલી રહી હતી.
અમદાવાદ : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જે વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગે છે, તેઓ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની એક મહિનાથી પ્રક્રિયા ચાલી રહી હતી. જેની અંતિમ તારીખ 16 જાન્યુઆરી હતી. જે તારીખ ગુજરાત બોર્ડ દ્વારા લંબાવવામાં આવી છે. હવે આગામી 22 જાન્યુઆરી સુધી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ વિદ્યાર્થીઓ ઓનલાઈન ભરી શકશે. જે માટે વધુ માહિતી વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી મેળવી શકશે.
આગામી માર્ચ માસમાં ગુજરાત બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષા લેવાવાની છે. આ પરીક્ષા બાદ જે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ કે ફાર્મસીમાં પોતાની કારકિર્દી બનાવવી છે તેઓ માટે ગુજકેટની પરીક્ષા લેવાતી હોય છે. પરીક્ષાના પ્રવેશના ફોર્મ ભરવાની કાર્યવાહી ઓનલાઈન ચાલી રહી છે. અગાઉ ગુજકેટની પરીક્ષા માટે બોર્ડ દ્વારા 2 એપ્રિલની તારીખ જાહેર કરવામાં આવી હતી. પરંતુ સીબીએસઈ બોર્ડની પરીક્ષાના કારણે 31 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. જે માટે 2 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની શરુઆત કરાઈ હતી. જેની અંતિમ તારીખ 16 જાન્યુઆરી રાખવામાં આવી હતી. પરંતુ બોર્ડ દ્વારા વધારાના 6 દિવસ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને ફાળવ્યા છે. એટલે કે હવે આગામી 22 જાન્યુઆરી સુધી ફોર્મ ભરાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.