ગાયોનાં મૃત્યુ : શરૂ થઈ ચૂક્યું રાજકારણ

માલધારીઓના ધરણાં વચ્ચે (ગાયોનાં મૃત્યુ) મૃત પશુઓનાં પેટમાંથી પ્લાસ્ટિક મળ્યું હોવાનો પોસ્ટમોર્ટમનો ખુલાસો
છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં રોજની 20 થી 25 ગાયોનાં મૃત્યુ થઇ હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં અમદાવાદ શહેરના દાણીલીમડા ખાતેનાં ઢોરવાડામાં રસ્તે રખડતી ગાયોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં રાખવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનાથી ગાયોના લાઇસન્સ લેવાનું જે બિલ પાસ થયું છે તેનું અમલ કરવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
જોકે હાલ જે ગાયો મરી રહી છે તેમને અલગ અલગ જગ્યા ઉપર કોર્પોરેશન દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે. તેઓમાં માલધારી સમાજ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. ઢોરવાડની બહાર મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ભેગા થયા છે અને અમને ન્યાય આપો તેવી માગણી કરી રહ્યા છે.

ગાયોની મૃત્યુ સામે આવતા સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. જેને લઈને દાની લીમડાના ઢોરવાડા ખાતે કોંગ્રેસ નેતા અમિત ચાવડા, ધારાસભ્ય ઇમરાન ખેડા વાલા, કોર્પોરેટર નીરવ બક્ષી, ઈકબાલ શેખ સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોએ આ સમગ્ર પરિસ્થિતિને જાણવાનો પ્રયાસ કર્યો હતો અને નિરીક્ષણ કર્યું હતું.
જે મામલે અમિત ચાવડા નીરવ બક્ષી ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓએ ન્યુઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે. હાલમાં ગાયોની પરિસ્થિતિ જોઈને આંખોમાંથી આંસુ આવી રહ્યા છે. ગાયો માટે લાયસન્સ લેવાની જે પ્રક્રિયા છે એ પણ ખૂબ જ અઘરી છે. અને ક્ષમતા કરતાં પણ વધુ ગાયો અહીંયા મૂકવામાં આવી રહી છે. તેમજ ગાયોને પૂરતા પ્રમાણમાં ખોરાક અને પાણી પણ નથી આપવામાં આવતું જોકે
ગાયોના મૃત્યુને લઈને કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રસ્તે રખડતી ગયો મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ખાઈ રહી હતી. જેના કારણે અહીંયા સારું અને હેલ્થી તેમજ લીલો ઘાસ આપવાને કારણે તેને હુંફ ચડવા મંડી છે. જેના કારણે ગાયો મૃત્યુ પામી રહી છે. તેમજ કોર્પોરેશન દ્વારા ગાયોનું પોસ્ટમોર્ટમ કરીને મોટી માત્રામાં પ્લાસ્ટિક પણ કાઢવામાં આવ્યું છે. હાલ આ વિવાદ વધુ વકરે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે.
મુખ્ય બાબતો :
- ઢોરવાડા ખાતે માલધારી સમાજનો વિરોધ
- દાણીલીમડાના ઢોળવાડા ખાતે માલધારી સમાજનો વિરોધ
- રોજ 20 થી 25 ગાયો મરી રહી છે
- કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ લીધી મુલાકાત
- કોર્પોરેશનએ કર્યો લૂલો બચાવ
- અહીંયા હેલ્ધી ખોરાક આપવામાં આવે છે: AMC
- ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ઘટના સ્થળે હાજર
- લાયસન્સ લેવાનું કરાયું ફરજિયાત
- રખડતી ગાયોને ઢોરવાડામાં રાખવામાં આવે છે
- પ્લાસ્ટિક ખાવાને કારણે ગાયોનું મૃત્યુ: AMC
ગાયોનાં મૃત્યુ પર રાજકારણ શરૂ 1 no