લોકસભા 2024ના સૌથી પહેલા ઉમેદવાર જાહેર કરતા ભાજપ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ; ગાંધીનગર લોકસભા બેઠક પરથી.લડશે અમિત શાહ
ભારત દેશમાં ભાજપના સૌપ્રથમ લોકસભા સીટના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ દેશના પ્રથમ ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામ પર મહોર મારી છે. તેમજ નડ્ડાએ અમિત શાહે ગાંધીનગરમાં અમિત શાહના કાર્યાલયનું પણ ઉદ્ધાટન કર્યું છે. સાથે ગુજરાતની અન્ય 25 બેઠકના કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું છે.
લોકસભા 2024 ની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કવાયત હાથ ધરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધીનગર ખાતે કાર્યાલય ખુલ્લુ મુક્યું હતું. ગાંધીનગરના સાંસદ અમિત શાહના બેઠકનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. ગાંધીનગર સહિત જે.પી.નડ્ડાએ રાજ્યના 26 કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામેલ થયા હતા. જે.પી.નડ્ડાએ લોકસભા ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા તમામ 26 બેઠકો ભાજપને અપાવશે.