ગાંધીનગરનાં અડાલજ પોલીસની બરબર્તા સામે આવી છે, એક પિતાને પોલીસ દ્વારા પૂછતાજ નાં બહાને બોલાવીને અડાલજ પોલીસ દ્વારા થર્ડ ડિગ્રી આપવામાં આવી છે.
ગાંધીનગરનાં અડાલજ પોલીસની બરબર્તા સામે આવી છે. એક પિતાને પોલીસ દ્વારા પૂછતાજ નાં બહાને બોલાવીને અડાલજ પોલીસ દ્વારા થર્ડ ડિગ્રી આપવામાં આવી છે. આજના સમયમાં છોકરા છોકરી પોતાની પસંદગીથી જીવનસાથી પસંદ કરી લેતા હોય છે. ત્યારે પીડિત કરણભાઈ રાણા નો પુત્ર જે એક છોકરીને પસંદ કરતો હતો.
ત્યારે તેમનો પુત્ર અને છોકરી ઘણા સમયથી કોઈક જગ્યાએ ચાલ્યા ગયા હોવાથી છોકરીના પરિવાર ધ્વારા અડાલજ પોલીસ ને જાણ કરી હતી. ત્યારે અડાલજ પોલીસે પૂછતાછના બહાને બોલાવીને તેમની ઉપર અમાનુષી અત્યાચાર અને થર્ડ ડિગ્રી આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલો ન્યુઝ ફોર ઈન્ડિયાનાં ધ્યાને આવતા આ પીડિત પિતાના વ્હારે આવ્યું છે.

ત્યારે આ સમગ્ર મામલે ન્યુઝ ફોર ઈન્ડિયા અને પીડીત પરીવારે ઊચ્ચ કક્ષાનાં અધિકારીઓ, ગૃહમંત્રી, માનવાધિકાર પંચ અને જીલ્લા પોલિસ વડા, રજૂઆત પણ કરી હતી. તેમજ જેની પાસે ન્યાયની અપેક્ષા રાખવામાં આવે છે પ્રિન્સિપાલ જજ ગાંધીનગર તેમજ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોતાના ઉપર થયેલા અત્યાચાર મામલે દોષિત જવાબદારી અધિકારી ઉપર જાણ સાથે અરજી પણ કરવામાં આવી છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલે અડાલજ પોલીસ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે.