સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલી ટેકનિકલ કામગીરીને પગલે ટ્રેનોને બીજા રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી રહી છે. ટેકનિકલ કારણોસર તા. 16 જાન્યુઆરીથી તા.15 ફેબ્રુઆરી સુધી સાબરમતી રેલવે સ્ટેશન પરથી ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
- એક મહિના માટે ભાવનગર ઇન્ટરસિટી ટ્રેન રદ
- ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે
- 15 ફેબ્રુઆરી સુધી ટ્રેનનું આગમન-પ્રસ્થાન થશે નહીં
હાલ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલ ટેકનિકલ કારણોસર રેલવે વ્યવહારને અસર થવા પામી છે. જેને લીધે અનેક ટ્રેનોને અલગ અલગ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં સાબરમતીથી ઉપડતી ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન તા. 16 જાન્યુઆરીથી એક મહિનાં સુધી ગાંધીગ્રામ સ્ટેશનેથી ઉપડશે. જેનાં પગલે આ ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે રદ્દ રહેશે.
આ ટ્રેન સાબરમતી સ્ટેશનેથી નહી ઉપડે
તેમજ તા. 16 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ટ્રેન નંબ 20965/ 20966 ભાવનગર-સાબરમતી- ભાવનગર ઈંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે દોડશે. અને આ ટ્રેનનું આગમન પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર નહીં થાય.
રેલવે વિભાગ દ્વારા અગાઉથી આ બાબતે જાણ કરાઈ હતી
ત્યારે મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રેલવે વિભાગ દ્વારા અગાઉથી આ બાબતે જાહેરાત પણ કરવામાં આવી હતી. જેથી મુસાફરો સાબરમતી રેલવે સ્ટેશને આવીને ધક્કો ન ખાવો પડે.