વડોદરા ગાંજાનું વેચાણ કરતા બે આરોપીઓને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડી ૧૩ કિલો ઉપરાંતનો ગાંજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી
વડોદરા ગાંજાનું વેચાણ કરતા બે આરોપીઓને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડી ૧૩ કિલો ઉપરાંતનો ગાંજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

એસ.ઓ.જી. પોલીસની ટીમને માહિતી મળી હતી કે, સુભાનપુરા હાઉસિંગ વુડાના મકાનમાં રહેતો અને અગાઉ પકડાયેલો કપિલ અગ્રવાલ રાતે મોપેડ લઇને ગોરવા ગોરખનાથ મંદિરથી નવાયાર્ડ બ્રિજ તરફ જતા રસ્તા પર સરગવાના ઝાડવાળા ખેતર તરફ વસીમ ચૌહાણ પાસેથી ગાંજો લેવા જવાનો છે. જેથી, પોલીસની ટીમે વોચ ગોઠવીને કપિલ કનૈયાલાલા અગ્રવાલ તથા વસીમ આઝમખાન ચૌહાણ ( બંને રહે. ગોરવા) ને ઝડપી પાડયા હતા.
પોલીસે તેઓની પાસેથી ૧૩.૮૭૦ કિલો ગાંજો કિંમત રૂપિયા ૧.૩૮ લાખનો, બે મોબાઇલ અને એક મોપેડ મળી કુલ રૂપિયા ૧.૮૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કપિલ સામે વર્ષ – ૨૦૨૦માં એન.ડી.પી.એસ. અને જુગારના કેસ નોંધાયા છે.