પંચમહાલ : ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું | illegal work 1

Spread the love

ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું, મોરવા હડફ મામલતદારે અલગ-અલગ જગ્યાએથી રેતી ભરેલ ૯ ડમ્પર અને પંચરાઉ લાકડા ભરેલ એક ટેમ્પો ઝડપી પાડી રૂ.૨ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો.

ખાણ ખનીજ વિભાગ

મોરવાહડફ મામલતદારે ખાણ ખનીજ વિભાગ અને વનવિભાગને જાણ કરી કાર્યવાહી હાથ ધરી

૮ ડમ્પર ઓવરલોડ અને એક ડમ્પર ગેરકાયદે રેતી ભરેલ હોવાનું જણાઈ આવ્યું.

પંચમહાલ જીલ્લામાં ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ સંપત્તિનું ખનન કરી બેફામ ખનીજ ચોરી કરી અથવા તો ખનીજ માફિયાઓ પોતાના વાહનોમાં ઓવરલોડ વહન કરીને સરકારી તિજોરીમાં થતી આવકમાં નુકશાન પહોંચાડવામાં આવતું હોય છે.

ત્યારે મોરવા હડફ વિસ્તારમાં ખનીજ સંપત્તિનું વહન કરનારાઓ સામે મોરવા હડફ મામલતદારે લાલઆંખ કરી એકીસાથે રેતી ભરેલા ૯ ડમ્પર અને લાકડા ભરેલ એક ટેમ્પોને મોરવા હડફ મામલતદાર સહિતની ટીમે ઝડપી પાડી રૂપિયા ૨ કરોડ ઉપરાંત મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોરવા હડફ મામલતદાર ગોપાલભાઈ હરદાસાણી, સર્કલ ઓફિસર અને ઈ-ધરા નાયબ મામલતદાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમય દરમિયાન મોરવાહડફ – નાટાપુર રોડ ઉપરથી રેતી ભરીને પસાર થતાં ૬ જેટલા ડમ્પરને ઝડપી પાડ્યા હતા,

આ જ પ્રકારે ડાંગરિયા ચોકડી, મોરવાહડફ અને અગરવાડા નજીકથી પણ રેતી ભરીને પસાર થતાં ત્રણ ડમ્પરને મામલતદાર સહિતની ટીમે ઝડપી પાડ્યા હતા,ઝડપાયેલા ૯ ડમ્પરમાંથી ૮ ડમ્પરમાં ઓવરલોડ રેતી ભરેલ જણાઈ આવ્યા હતા જ્યારે એક ડમ્પરમાં ભરેલ રેતી અંગે પાસ પરમીટ માંગતા પાસ પરમીટ રજૂ ન કરતા ડમ્પરમાં ભરેલ રેતી ગેરકાયદેસર હોવાનું જણાઈ આવ્યું હતું,

જેને લઈને ઝડપાયેલા નવેય ડમ્પરને મોરવાહડફ મામલતદાર કચેરી ખાતે લાવી ખાણખનીજ વિભાગને જાણ કરાઈ હતી,આ ઉપરાંત મોરવાહડફ મામલતદાર સહિતની ટીમે અગરવાડા ગામ પાસેથી પંચરાઉ લાકડા ભરેલ એક ટેમ્પોને પણ ઝડપી પાડી પરબીયા વનવિભાગના ડેપોમાં મૂકી વનવિભાગને જાણ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આમ મોરવા હડફ મામલતદાર સહિતની ટીમે એકીસાથે રેતી ભરેલ ૯ જેટલા ડમ્પર અને લાકડા ભરેલ એક ટેમ્પોને ઝડપી પાડી રૂપિયા બે કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.મોરવા હડફ તાલુકામાં મામલતદારની કાર્યવાહીને ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જોકે આ પ્રકારે ખનીજ સંપત્તિનું વહન થતું હોવાની જાણ ખનીજ વિભાગને નહીં હોય કે શું ? અથવા આ અંગેની જાણ હોવા છતાં આંખ આડા કાન કરતું હશે !

link 1

link 2


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *