ગુજરાતમાં 1195 કરોડનું ઓનલાઇન ક્રિકેટ સટ્ટા નું વધુ એક કૌભાંડ: દુબઈ-શ્રીલંકા કનેક્શન, CID ક્રાઈમ દોડતી થઇ
ક્રિકેટ સટ્ટામાં માધવપુરામાંથી પકડાયેલા રૂ. 2500 કરોડનાં ક્રિકેટ સટ્ટા કિંગ અમિત મજીઠીયા સામે વધુ એક ફરિયાદ દાખલ થવા પામી છે. ખેડૂત, ડિલિવરી બોય તેમજ મજૂરોના નામે એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયાના વ્યવહાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બાબતે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સટ્ટાકિંગ અમિત મજીઠીયા સામે વધુ એક ફરિયાદ દાખલ થવા પામી છે. તપાસમાં વધુ એક ઓનલાઈન ક્રિકેટ સટ્ટા નું રૂા. 1195 કરોડના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો હતો. ત્યારે આ રેકેટમાં ઓનલાઈન ઓએસટી અને સીબીટીએફ બુક નામની એપ્લિકેશનથી સટ્ટો રમાડવામાં આવતો હતો.
મજૂરો, ખેડૂત, ડિલિવરી બોયના ડમી બેંક એકાઉન્ડમાંથી રૂપિયાની લેતીદેતી થતી હતી. માધવપુરાના ક્રિકેટ સટ્ટામાં ફરાર અમિત મજેઠિયા દુબઈ અને શ્રીલંકાથી ઓનલાઈન સમગ્ર રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઈમે 7 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હેમંત ટ્રેડિંગનાં એકાઉન્ટમાં એક જ વર્ષમાં રૂા. 342 કરોડ, શિવમ ટ્રેડિંગનાં ખાતામાં રૂા. 636 કરોડ જ્યારે ખોનાજી વાઘેલાના એકાઉન્ટમાં રૂા. 217 કરોડનાં ટ્રાન્ઝેકશન થયાનો ખુલાસો થવા પામ્યો હતો. સટ્ટો રમાડવા માટે બનાવેલી એપ અમિત મજીઠીયા અને ભાવેશ સચાનિયાના નામે રજીસ્ટ્ર હતી.
સીઆઈડી ક્રાઈમે મજેઠિયા ઉપરાંત ઓમ શંકર તિવારી, ભાવેશ સચાણિયા, અશ્વિન સચાણિયા, ધનંજય પટેલ, વિકી અને ભાવેશ જોષી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ડિલિવરી બોયના ખાતામાં કરોડોનાં સોદા
અમિત મજેઠીયાના સાગરિત ધનંજય પટેલે સટ્ટાના પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે હેમંતકુમાર સિકરવાલ ના નામતી આશ્રમ રોડ પરની ઈન્ડસ ઈન બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું. જેમાં તા. 8-6.2-23 થી 5-11-2023 સુધીમાં રૂા. 342 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા.
પોલીસે આ સમગ્ર બાબતે તપાસ કરતા હેમંતકુમાર ફ્રૂડ ડિલિવરીનું કામ કરી મહિને રૂા. 30 હજાર કમાતો હતો. તેમજ ધનંજય્ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તેને ટ્રાન્ઝેક્શન માટે મહિને રૂા. 10 થી 12 હજાર આપતો હતો.