મુળીનાં ખંપાળીયા-ગઢડામાં રાત્રીના સમયે કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી ઉઠી
મુળી તાલુકાનાં ખંપાળીયા ગઢડા ગામે રાત્રી ના સમયે દરરોજ કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે અને રાત્રી ના સમયે જ ખનીજ કાર્બોસેલ ભરી ટ્રકો રવાના થઈ જાય છે.
આશરે ૩૦ કોલસાની ખાણો સાંજે ૬ કલાક બાદ થાય છે ચાલુ
ત્યારે ખાણ ખનીજ વિભાગ હાલ થાનગઢ વિસ્તારમાં કોલસાના કૂવા બુરવાની કામગીરી સરાહનીય કરી રહેલ હોય અને થાનગઢ વિસ્તાર માં આ કામગીરી મા ખાણ ખનીજ વિભાગ વ્યસ્ત હોય તેનો લાભ લેવા ખનીજ માફીયાઓ રાત્રી ના સમયે મુળી તાલુકાનાં ગામોમાં કોલસો ખનન વહન ગેરકાયદેસર ચાલુ એ પણ રાત્રીના સમયે પુરજોશ માં ચાલુ કરી દિધેલ છે અને દરરોજ ૩૦ કોલસાની ગેરકાયદેસર ટ્રકો રવાના થાય છે અને રાત્રીના સમયે જિલેટીન વિસ્ફોટ થી ધરતી ધણધણી ઉઠે છે.
સુરેન્દ્રનગર જિલ્લા ના પત્રકાર મિત્રો એ રાત્રીના સમયે જ સ્થળ તપાસ જમીનીલેવલે કરતાં સમગ્ર બાબત ઉજાગર થવા પામી હતી જેમાં સાંજ ના ૬ કલાક બાદ ખંપાળીયા ગઢડા ગામે ચરખી મશીન ઉભા કરવામાં આવે છે અને તે પણ મુળી સરા રોડ ઉપર થી નરી આંખે જોઈ શકાય તેમ જોવા મળતા આ બાબતે પત્રકાર મિત્રો એ રિયાલીટી ચેક કરતાં અદાજે ૩૦ કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી જોવા મળી હતી અને ૧૫ ટ્રકો કોલસો ભરતા જોવા મળી હતી અને ખનીજ માફીયાઓ ને તંત્ર નો કોઈ પણ ડર ન હોય તે રીતે કામગીરી જોવા મળે છે.
આ બાબતે અમુક કોલસાની ખાણમાં કામ કરતાં મજુરો ને મળતા તેઓએ જણાવેલ કે હાલ અમોને કોલસાની ખાણમાં કામ સાંજે ૬ થી ૩ સુધી ના આશરે ૩૦ ટન કોલસો બહાર કાઢવામાં રૂપિયા ૧૦૦૦/ મજુરી ચુકવવામાં આવે છે એક મજુર દિઠ અને આશરે ૧૧ મજુરો ની ટુકડી હોય છે બાદ અન્ય ટુકડી કામે લાગે છે તેઓ વહેલી સવાર ના ૩ થી ૯ સવાર ના કોલસો ખનીજ કાઢવામાં કામે લાગી જાય છે અને તુરંત ડમ્પર ભરી લેવામાં આવે છે એટલે પ્રતિ કોલસા ના કુવા માં થી રાતે ૬ થી સવાર ના ૯ સુધી માં કુલ ૬૦ ટન કોલસો ખનન કરી વહન ગેરકાયદેસર કરવામાં આવે છે અને આશરે ૩૦ ખાણો આવીરીતે રાત્રે જ ચાલે છે અને દિવસ ના બંધ રાખવા માં આવે છે.
જયારે જિલેટીન વિસ્ફોટ ભરેલી મહેન્દ્ર કંપની ની યુટીલીટી ગાડી પણ જોવા મળી હતી તે વાંકાનેર મોરબી થી આવતી હોવાનું જાણવા મળે છે અને તમામ વિસ્ફોટ પદાર્થ એ કોલસાની ખાણ સુધી ગેરકાયદેસર પહોચતો કરે છે.
કોલસાના એક વેપારી એ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે હાલ થાનગઢ સાયલા વિસ્તારમાં ખાણ બુરવાની કાર્યવાહી ચાલુ હોય એટલે એ બાજુ ખોદકામ બંધ હોવાના કારણે આ બાજુ ચાલુ છે ત્યારે આ કોલસો જે ૨૦૦૦ ના પ્રતિ ટને વેચાતો હતો તેના આજે પ્રતિટને ૩૦૦૦ ભાવ ચુકવવા પડે છે અને રાત્રીના સમયે જ વહન કરવું પડતું હોય છે ત્યારે તેની ક્વોલિટી સચવાતી નથી પરંતુ ખાણ ખનીજ વિભાગ થાનગઢ બાજુ સક્રિય હોવા ના કારણે ત્યાં કોલસો મળતો નથી એટલે આ થોડો ખરાબ કોલસો આવે છે તેમછતાં ઉંચા ભાવ આપવા પડે છે.
ખંપાળીયા ગઢડા ગામોમાં જે કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે તેના માલિકો માટે ની વિગતો એકઠી કરતાં ચોકાવનાર નામો બહાર આવેલ હતા જેમાં મુખ્યત્વે રાજકીય આગેવાનો સરપંચો પોલીસ અધિકારી ઓના સબંધીઓ નીભાગીદારી જોવા મળી હતી જેમાં મુખ્ય મુળી તાલુકાનાં સ્થાનિક નેતાઓ ની ભાગીદારી જોવા મળે છે.
રાત્રીના સમયે તમામ રસ્તા ઓ ઉપર આડશો ઊભી કરવામાં આવેલ જોવા મળી હતી જેમાં ટ્રેકટર ટ્રોલી આડી મુકવામાં આવેલ જોવા મળતી હતી એટલે ખાણ વિસ્તાર માં બાઈક સિવાય અન્ય વાહન પ્રવેશ કરી શકે તેમ ન હોય તે રીતે કોઈ ચેકીંગ કરવા અધિકારી આવે તો તેઓની ગાડી આગળ વધે નહીં તે રીતે આયોજન કરવામાં આવેલ જોવા મળતુ હતું અને કોઈ ખનીજ માફીયાઓ હુમલો કે પથ્થર મારો કરે તો પણ રાત્રીના સમયે ઓળખ થવા પામે નહીં એટલે ખાણ ખનીજ વિભાગ આ સમયે ખાણ સુધી ન પહોંચી શકે એ માટે ખનીજ માફીયાઓ દ્વારા આયોજન કરવામાં આવેલ નરી આંખે જોવા મળેલ હતું મુળી થી સરા રોડ ઉપર તમામ હોટેલ આખી રાત ધમધમે છે.
ત્યાં થી વોટ્સએપ મેસેજ થી વાકેફ કરતા અનેક બાતમીદારો તમામ ચોકડી અને હોટેલ ઉપર જોવા મળે છે અને રાજકિય આગેવાનો ની કારો પણ પાર્ક કરી રેકી કરતી જોવા મળતી હતી ત્યારે મુળી તાલુકાનાં ખંપાળીયા ગઢડા કોલસાની ગેરકાયદેસર ખાણો જાણએ કોઈ ફેકટરી ધમધમતી હોય તે રીતે ફોકસ લાઈટ ના જગમગાટ વચ્ચે એવું જોવા મળે છે અમુક પત્રકાર મિત્રો એ હિંમત રાખી કોલસાની ગેરકાયદેસર ખાણો અદર વિસ્તાર માં જઈ રિયાલીટી ચેક કરતાં ચોકી ગયા હતા કે ખનીજ માફીયાઓ ની આટલી બધી હિંમત?