ભારતમાં કોરોના JN 1 વાયરસ ને લઈને અમરેલી આરોગ્ય વિભાગ અને શંતાબા જનરલ હોસ્પિટલ ના ડૉક્ટરો સજ્જ હોસ્પિટલ ત્યારે અમરેલી જિલ્લામાં JN1 વાયરસ ને લઈને કેવી તંત્ર દ્વારા તૈયારી કરવામા આવી છે
જુઓ આ રિપોર્ટમાં
અમરેલી જિલ્લામાં કોરોના JN1 વાયરસ ને લઈને અમરેલી જિલ્લા નુ આરોગ્ય તંત્ર સજજ જોવા મળ્યુ છે જેમા ૧૦ આઇસીયુ સહિત ૩૦ બેડ ની વ્યવસ્થા ઉભી કરાઈ , જરૂર પડશેતો વધુ ૩૦૦ બેડ સુધીની તૈયારી કરી શકાશે ત્યારે અગાઉના અનુભવ પ્રમાણે ઓક્સિજનની પણ પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી બે આર.ટી પી. સી.આર. મશીનો દ્વારા રોજ ના બે હજાર ટેસ્ટ કરી શકવાની પૂર્વ તૈયારી કરવમા આવી છે
ભારતના અમુક રાજ્યોમાં કોરોના ના JN1વાયરસે ફરી વેગ પકડ્યો છે ત્યારે પૂર્વ તૈયારીના ભાગ રૂપે અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે અમરેલી ની શાંતાબા જનરલ હોસ્પિટલ ના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ,ડૉ આર.એમ.જીતિયાએ જણાવ્યું છે કે અગાઉ જે પ્રકારે કોરોના એ ભારત સહિત પૂરા વિશ્વમાં કોરીનાએ હાહાકાર મચાવ્યો હતો ઘણા લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે ફરી કોરોના જેવા JN1વાયરસે ની દસ્તકથી રાજ્યભર માં આરોગ્ય તંત્ર સાબદુ થયું છે.
જેને લઇ અમરેલીમાં પણ જિલ્લા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો દ્વારા મીટીંગો નો દોર શરૂ કરાયો છે કોરોનાનિ તૈયારીના ભાગરૂપે અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ અને શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા મોકડ્રીલ પણ કરવામાં આવી હતી હાલ અમરેલી જિલ્લામાં કોઈ કેસ ની જાણકારી નથી પરંતુ સંભવિત દસ્તક ને લઈ અમરેલી મા પૂરતી વ્યવસ્થા ઉભી કરી દેવાઈ છે જેમાં હાલ ૧૦ આઇસીયુ સહિત 30 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
તેમજ ઓક્સિજનની કોઈ અપૂરતી ના સર્જાય તેની પણ પૂરતી કાળજી લેવામાં આવી છે , બે આર..ટી.જી.એસ મશીનો ચેકઅપ માટે રેડી છે , જરૂર પડશે ૨૦૦ કરતા પણ વધુ બેડ વ્યવસ્થા તાત્કાલિક થઈ શકે તેની અગાઉથી આયોજન પૂર્વક તૈયારી રાખવામાં આવી છે તેમજ દરરોજ ૨૦૦૦ ટેસ્ટ કરી કરી શકવાની ક્ષમતા હોસ્પિટલ દ્વારા કરી દેવાઈ છે.
વધુમાં અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના સી.એચ.સી., પી.એચ.સી., સબડિસ્ટ્રિક્ટ અને મેડિકલ કોલેજ સહિત તમામ આરોગ્ય કર્મચારીઓને તૈયાર રહેવા જણાવ્યું છે સાથે સાથે લોકોને પણ સરકારની ગાઇડલાઈન પ્રમાણે રહેવા સૂચનાઓ આપવામાં આવી છે શંકાસ્પદ કેસ હોય તો તેને હોમ આઇસોલેટ કરી તાત્કાલિક તેની સારવાર કરવામાં આવે જેવી તમામ બાબતે પૂર્વ તિયારીના ભાગરૂપે આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર જોવા મળેછે
અમરેલી જિલ્લામાં સતર્કતા
અમરેલીની શાંતા બા હોસ્પિટલ ખાતે એક અલગ અલાયદો વોર્ડ કોરોના JN 1 વાયરસ સામે તકેદારીના ભાગરૂપે તૈયાર કરાયો વેન્ટીલેટર, હાઈફ્લો મશીન વડે ઓકસીજન અને મોનીટર જેવી કોરોના JN 1 વાયરસ સામે તૈયાર રખાઈ 30 બેડની અલગ વોર્ડ તૈયાર કરીને અમરેલીની હોસ્પિટલમાં રખાયા તૈયાર જરૂર પડશે તો તાત્કાલિક 300 બેડની વેવસ્થા ઉભી કરાશે સરકાર શ્રીની સૂચના મુજબ આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના ભાગરૂપે અમરેલી જિલ્લો કોરોના JN 1 વાયરસ સામે થઈ ગયો સજ્જ કોરોના મહામારી વખતે સૌથી છેલ્લે અમરેલી જિલ્લામાં કોરોના પ્રવેશ કરેલો હતો ત્યારે આ વખતે વધુ સાવચેતીના ભાગરૂપે શાંતા હોસ્પીટલ સજ્જ જોવા મળે છે