કોંગ્રેસ નેતાની હેવાનિયત, મિત્રો સાથે 23 મહિલાઓને પીંખી નાખી, Breaking News 1

Spread the love

સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલના ચેરપર્સન અને કોંગ્રેસ નેતા મહેન્દ્ર મેવાડા અને ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલ કમિશનર મહેન્દ્ર ચૌધરી સામે ગેંગરેપનો કેસ દાખલ કરાયો છે.

રાજસ્થાનમાં સિરોહીમાં 23 મહિલાઓના ગેંગરેપની ઘટના સામે આવતાં હડકંપ મચ્યો છે. સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલના ચેરપર્સન અને કોંગ્રેસ નેતા મહેન્દ્ર મેવાડા અને ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલ કમિશનર મહેન્દ્ર ચૌધરી સામે ગેંગરેપનો કેસ દાખલ કરાયો છે. આંગણવાડીમાં રોજગારી આપવાની આડમાં 20 જેટલી મહિલાઓ પર ગેંગરેપ કરવાના કેસમાં તેમના પર આરોપ છે.

કોંગ્રેસ

પાલી શહેરની મહિલાએ પોલીસમાં દાખલ કરાવી ફરીયાદ 

પાલી જિલ્લાની એક મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે આરોપીએ તેને અને આશરે 23 અન્ય મહિલાઓને નોકરીની લાલચ આપીને સિરોહી બોલાવી હતી અને એક ઓળખીતાને ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી હતી. મહિલાનો એવો પણ દાવો છે કે દુષ્કર્મ બાદ આરોપીઓએ અશ્લિલ વીડિયો પણ ઉતાર્યો હતો અને દરેક પાસેથી 5-5 લાખની માગણી કરી હતી અને તેમ ન કરવામાં આવતાં અશ્લિલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. 

કોણે કર્યો રેપ 

પીડિતોનો આરોપ છે કે સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ મહેન્દ્ર મેવાડા અને કમિશનર મહેન્દ્ર ચૌધરીએ 8-10થી વધુ લોકો સાથે મળીને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેમના અશ્લીલ વીડિયો પણ બનાવ્યા હતા. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે, આંગણવાડી કેન્દ્રોમાં નોકરી અપાવવાની આડમાં આ તમામને સિરોહી બોલાવાઈ હતી. મહેન્દ્ર મેવાડાએ તેમના ઘેર રોકી હતી ત્યાર બાદ ખોરાકમાં નશીલો પદાર્થ ભેળવાયો હતો.

ભોજન ખાધા બાદ બધી મહિલાઓ બેભાન થઈ ગઈ. પીડિતોએ દાવો કર્યો હતો કે જ્યારે મહિલાઓ ભાનમાં આવી ત્યારે તેમને માથાનો દુખાવો અનુભવાયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે મહેન્દ્ર મેવાડા, મહેન્દ્ર ચૌધરી અને તેના સાથીઓએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યા હતા.

નોકરીની આડમાં કોરા કાગળો અને સ્ટેમ્પ પેપર્સ પર સહીઓ કરાવી 

પીડિતોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમની પાસેથી 5 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. આરોપીઓએ ધમકી આપી હતી કે જો તેઓ રકમ નહીં ચૂકવે તો વીડિયો વાયરલ કરી દેશે. મહેન્દ્ર મેવાડાએ મહિલાઓને નોકરી આપવાની આડમાં કોરા કાગળો અને સ્ટેમ્પ પેપર્સ પર સહી કરાવી હતી. એટલું જ નહીં, પીડિતોને દસ્તાવેજો પર અંગૂઠાની છાપ લેવાનું કહેવામાં આવ્યું હતું. 

મહેન્દ્ર મેવાડા અને મહેન્દ્ર ચૌધરીએ આરોપ ફગાવ્યાં

મહેન્દ્ર મેવાડા અને મહેન્દ્ર ચૌધરીએ ગેંગરેપનો આરોપ ફગાવ્યો છે. તેમણે કહ્યું કે આ બધું ઉપજાવી કાઢેલું છે. હાલમા પોલીસે આઠ એફઆઈઆર દાખલ કરીને તપાસ શરુ કરી દીધી છે. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *