લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, ગાંધીનગરમાં કમલમ ખાતે 1,500 જેટલા નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસને બાય-બાય કહીને ભાજપ સાથે હાથ મળાવ્યો
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ. ગાંધીનગરમાં કમલમ ખાતે 1,500 જેટલા નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસને બાય-બાય કહીને ભાજપ સાથે હાથ મળાવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરમાં કોંગ્રેસનાં 1500 નેતાઓ ભાજપમાં જોડાયા.
“ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નહીં થાય.”
કોંગ્રેસનાં નેતા અને સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ પોતાના સાથે પાર્ટીનાં 400 સ્થાનિક કાર્યકરોને ભાજપમાં લઈ ગયાં છે. જ્યારે મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે. કાર્યક્રમનું સંબોધન કરતા સી.આર.પાટીલે કહ્યું કે, “ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા તે કામ પૂર્ણ થયા છે. જે ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નહીં થાય.” તેમણે કહ્યું કે, ભાજપ સાથે જોડાઓ છો તો તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે તેમના નેતૃત્વની ગેરંટી હુંડી જેવી છે. ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા હતા તે વચનો મોદીએ આજ સુધી પુરા કર્યા…જે ખાત મુહૂર્ત થયા તે કામ પૂરાં કર્યાં. હું કોઈ પક્ષના ટીકામાં નથી માનતો. તમે કોઈ નિરાશ નહીં થાવ “
કોંગ્રેસનાં 1500 જેટલા નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ
APMCના ડિરેક્ટર સુધીર પટેલ
મહુધાનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ ઠાકોર
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ડૉ.વિપુલ પટેલ
યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સુધીર પટેલ
ખેરાલુ તા.પં પૂર્વ પ્રમુખ વિનોદ ચોધરી
સતલાસણા તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જીતેન્દ્રસિંહ પરમાર
રાણપુર તાલુકા પંચાયત સભ્ય કનુભાઈ બારોટ
તાલુકા પંચાયતનાં પૂર્વ સભ્ય દિનેશ સિંહ પરમાર
તાલુકા પંચાયતનાં સદસ્ય નાગજી ઠાકોર
મહેસાણા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ મંજુલા બેન ચોધરી
ખેરાલુ તાલુકા પંચાયતનાં પૂર્વ સભ્ય ઇન્દ્રસિંહ રાણા