અમદાવાદ કુબેરનગર પુરવઠા કચેરીનોહોમગાર્ડ રૂપિયાબેહજારની લાંચ લેતા ઝડપાયો
કુબેરનગરની પુરવઠા કચેરીના હોમગાર્ડે રેશન કાર્ડ જુદા કરાવી આપવા માટે રૂપિયા બે હજારની લાંચ માગી હોવાની ફરિયાદ બાદ એસીબીએ છટકુ ગોઠવીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે.

સૈજપુર ટાવર પાસે છટકુ ગોઠવીને અમદાવાદ ગ્રામ્ય એન્ટિ કરપ્શન બ્યુરોએ રંગે હાથ પકડયો
પુરવઠા વિભાગની નરોડા ઝોનની કુબેર-નગર કચેરીએ પોતાના પુત્રનું રેશન કાર્ડ અલગ કરાવવા માટે ગયેલા એક વ્યક્તિએ આ કામગીરી માટે હોમગાર્ડ જવાન દશરથ અંબાલાલ ઠાકોરે રૂ.બે હજારની લાંચ માંગી હોવાની ફરિયાદ એન્ટિ કરપ્શન બ્યુરોમાં નોંધાવી હતી. જેના પગલે અમદાવાદ ગ્રામ્ય એસીબીએ સૈજપુર ટાવર નજીક એસબીઆઈ બેન્કના એટીએમ પાસે છટકુ ગોઠવીને દશરથ ઠાકોરને રૂ. બે હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. એસીબીએ લાંચની રકમ જપ્ત કરી હોમગાર્ડ જવાનની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.