રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે બની રહેલ નવીન આંગણવાડી માં કોન્ટ્રાકટર દ્રારા મોટાપાયે ગેરરીતિ અને બેદરકારી દાખવતા ગ્રામજનો એ યોગ્ય તપાસ ની કરી માંગ…..
રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે નવીન બની રહેલ આંગણવાડી નાં કામમાં કાચી ઈંટો નો ઉપયોગ થઈ રહ્યો હોય અને પાયો દોઢ ફૂટ જેટલો ખોદવામાં આવતા અને જૂના પાયા પર નવીન કામ શરૂ કરવામાં આવતા… કોન્ટ્રાકટર ની બેદરકારી સામે આવતા અનેક સવાલો..!!
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે નવીન આંગણવાડી નું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે નવીન બની રહેલ આંગણવાડી માં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ગેરરીતી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોન્ટ્રાકટર ની બેદરકારી પણ જોવા મળી રહી છે.ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહેલ આંગણવાડી માં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહેલ હોવાનો અને કામમાં ગેરરીતી થતી હોવાનાં આક્ષેપ કરવામાં આવ્યા છે.
કલ્યાણપુરા ગામ ખાતે બની રહેલ નવીન આંગણવાડી માં જે જૂની આંગણવાડી કાર્યરત હતી તેના જૂના પાયા ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા નવી આંગણવાડી બનાવવામાં આવી રહી છે.તેમજ આ આંગણવાડી નું કામકાજ નકશા મુજબ નથી થઈ રહ્યું તેવા ગામનાં જાગૃત નાગરિક મનુભાઈ ઠાકોર અને રમેશભાઈ સહિત આંગણવાડી કાર્યકર ભરવાડ ગીતાબેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
રાધનપુરના કલ્યાણપુરા ગામમાં નવીન બની રહેલ આંગણવાડી નાં કામમાં કાચી ઈટો નો ઉપયોગ થઈ રહ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આંગણવાડી નો પૂરતો પાયો ખોદવામાં આવ્યો નથી ફકત દોઢ ફૂટ જેટલો જ પાયો ખોદકામ કરવામાં આવ્યો છે. ત્યારે આ પૂરતા પ્રમાણ માં પાયા નું ખોદકામ કરવામાં આવે અને સાથેજ નકશા પ્રમાણે કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
કલ્યાણપુરા આંગણવાડી નાં કામકાજમાં મોટા પાયે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતી આચરી કામ કરી રહ્યા છે. જેને લઇને તે કામ અટકાવવા અને સારું કામ નકશા મુજબ કરવા માટે ગામનાં જાગૃત યુવાનો દ્વારા કોન્ટ્રાક્ટર ને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જાડી ચામડીના કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોતાની મનમાની ચલાવી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે જાગૃત યુવાને આ કામને અટકાવવા અને યોગ્ય વ્યવસ્થા સાથે ફરીથી સારું કામ કરવાના હેતુસર માંગ કરી છે.
વારંવાર રજૂઆત બાદ કોન્ટ્રાકટર પોતાની મનમાની ચલાવતા આખરે યુવાનોએ મીડિયાનો સહારો લીધો હતો.અને મીડિયાના માધ્યમથી પોતાની આપવીતી જણાવી હતી.આંગણવાડી નું કામ મીડિયાના માધ્યમથી સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે જૂના પાયા ઉપર નવીન નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કરવામાં આવી રહેલ કામ કેટલું યોગ્ય તે એક પ્રશ્ન…!!!
કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવી કામ કરી રહ્યા હોવાની વિગત સામે આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.અને ગામમાં બની રહેલ નવીન આંગણવાડી નાં કામકાજ માં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે સામે આવ્યો છે.
આંગણવાડી માં યોગ્ય મટીરીયલ પણ વાપરવામાં નથી આવ્યું અને ચાલુ કામમાં પાયો ફક્ત દોઢ ફૂટ જેટલો ખોદવામાં આવ્યો છે તે પાયો ફરીથી ઊંડાણ કરી પાયો મજબૂત ખોદવામાં આવે અને નકશા મુજબ ની કામગીરી કરવામાં આવે સાથેજ નકશા મુજબ પાયાની અને સમગ્ર આંગણવાડી નું કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.. આંગણવાડી માં ધાબા વાળુ કામકાજ કરવાનું હોય આરસીસી બીમ ભરવામાં આવે તેવી પણ જાગૃત યુવાને માંગ કરી છે.
આ ઘટના ને પગલે આગામી સમય માં રાધનપુર તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં 50 થી વધુ લોકો યુવાનો સાથે ગ્રામજનો આવેદનપત્ર આપવા જવાની અને તાલુકા સેવા સદન ખાતે ધરણાં પર બેસવાની તૈયારી બતાવી છે.