કડી કસ્બા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ,વારંવાર રજૂઆત કરી છતાં કોઈ આવતું નથી સ્થાનિકો અને બાળકો બીમાર પડે છે.

કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ દિનદાર કુઇ છેલ્લા એક માસથી ગંદા પાણી ની ગટર ઉભરાવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે સ્થાનિકો દ્વારા અનેક વાર કડી નગરપાલિકામાં રજૂઆત કરી છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જ્યારે સરકાર સ્વચ્છતા મુદ્દે અનેક પગલાં ભરી રહી છે પરંતુ નગરપાલિકાનુ તંત્ર છેલ્લી પાટલી એ બેઠું હોય તેવું જોવા મળી રહ્યું છે.
સ્વચ્છતા નામે અનેક કાર્યક્રમો કરી નગરમાં જોવા મળ્યા હતા પરંતુ કડી શહેરમાં અનેક જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યાને લઈ અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે તેમજ દિલદાર કુઇ વિસ્તારમાં બે ઠેકાણે ગટર ભરાવાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે

કડી નગરપાલિકા દ્વારા માત્ર સ્વચ્છતા અભિયાન કાગળ જ પર હોય તેમ જોવા મળી રહ્યું છે અનેક સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે પરંતુ કસ્બા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે દિલદાર કુઇ રાવસાવ નો ઓટલો જેવા વિસ્તારમાં બે ઠેકાણે ગંદા પાણીની ગટર ઉભરાવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં બે જગ્યા ઉપર ગટર ઉભરાવાની સમસ્યાને લઇ રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિકો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી છતાં કઈ જ નિરાકરણ આવતું નથી જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા લોકોની માગણી ઉદભવી રહી છે
કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ દીલ દાર કુઈમાં રહેતા સિકંદર શેખે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ગટર ઉભરાઈ રહી છે છેલ્લા એક મહિનાથી ઉભરાતી ગટરને લઈ નગરપાલિકામાં રજૂઆત કરી છે નગરપાલિકા વાળા કોઈ જ જવાબ આપતા નથી મારી બેબી બે દિવસથી બીમાર હતી બે દિવસથી ઝાડા, ઉલટી થઈ ગયા છે. અમારા મહેલ્લામાં બે ત્રણ બાળકો પણ માદા પડેલા છે રજૂઆત કરીએ એટલે એકવાર આવે છે અને પછી એવું ને એવું થઈ જાય છે.

આ તકલીફ દૂર કરવા અમારી વિનંતી છે દિલદાર કુઇમા રહેતા રુકસાના બેને જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાવાનું પ્રોબ્લેમ છે છેલ્લા એક મહિનાથી આ પ્રોબ્લેમ છે પરંતુ નગરપાલિકા વાળા કોઈ જ આવતા નથી અહીં આગળ ગટરની નવી પાઇપ લાઇન નખાવા વિનંતી છે અમારી ગટર ઉભરાવાથી અમારા અહીંયા રહેતા અનેક લોકોને ઝાડા, ઉલટી, તાવ જેવી બીમારી થઈ છે સ્થાનિકોની માંગણી છે કે તત્વર આ ગટર ઉભરાતી બંધ થાય.