મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સૂરજ ગામે નજીવી બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી
સૂરજ ગામે નજીવી બાબતે જૂથ અથડામણ
મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સૂરજ ગામે નજીવી બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી. સૂરજ ગામમાં એક શખ્સે ગલ્લા પર બીડી માંગી હતી, પરંતુ ગલ્લા વાળાએ તેને ઉધાર બીડી આપવાનો ઈનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

ઉધાર બીડી ન આપતા થઈ મારામારી
થોડીવારમાં જ આ બોલાચાલી ઉગ્ર મારામારીમાં પરિણમી હતી. આ અંગેની જાણ થતાં જ બંને પક્ષના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બન્ને પક્ષો તરફથી સામસામે ભારે મારામારી થઈ હતી. તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ગામમાં દોડી આવી હતી.
5 લોકોને ગંભીર ઈજા
આ જૂથ અથડામણમાં 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કડીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે આ ઘટનાને લઇને ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.