ઓનલાઈન બનાવટી આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, જન્મ-મરણના દાખલા તથા અન્ય દસ્તાવેજો બનાવતા આરોપીને સાયબર ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો
અમદાવાદ શહેરમાં ઓનલાઈન બનાવટી આધારકાર્ડ,ચુંટણી કાર્ડ, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન તથા વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનના જન્મ-મરણના દાખલા તેમજ અન્ય દસ્તાવેજો જુદી જુદી ૨૭ વેબસાઈટો પરથી ઓનલાઈન બનાવી લોકો સાથે છેતરપીંડી કરી નાણા પડાવી ખોટા દસ્તાવેજો સાચા દસ્તાવેજ તરીકે લોકોને આપી ફ્રોડ કરતા આરોપી સાયબર ક્રાઇમબ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી
અમદાવાદ શહેરમાં બનાવટી આધારકાર્ડ,ચુંટણી કાર્ડ, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન તથા વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનના જન્મ-મરણના દાખલા તેમજ અન્ય દસ્તાવેજો જુદી જુદી ૨૭ વેબસાઈટો પરથી ઓનલાઈન બનાવી લોકો સાથે છેતરપીંડી કરી નાણા પડાવી ખોટા દસ્તાવેજો સાચા દસ્તાવેજ તરીકે લોકોને આપી ફ્રોડ કરતા એજાજખાન પપ્પનખાન પઠાણ ને ફતેવાડી કેનાલ, જુહાપુરાની જુદા જુદા ઓનલાઈન બનાવટી બનાવેલ 2-આધારકાર્ડ16- ચુંટણી કાર્ડ તથા મ્યુનિસીપલ કોર્પોરેશનના જન્મ-મરણના 11-દાખલા બનાવી આપી રૂ.૩૩,૮૦૦ રૂપિયા મેળવ્યા હતા આરોપીએ કુલ-૨૯ જેટલા ઓનલાઇન ખોટા ડૉક્યુમેન્ટ બનાવેલ છે.
અને હજુ તપાસમાં વધુ ખોટા ડૉક્યુમેન્ટો મળવાની શક્યતાઓ છે. તેમજ તેની પાસેથી લેપટોપ, મોબાઈલ, કમ્પ્યુટર પ્રિન્ટર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૫૨,૧૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગુન્હાના કામે આરોપીની અટકાયત કરી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વધુ પુછપરછ કરી પુરાવા મેળવવા તપાસ તજવીજ ચાલુ છે.