આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં આવેલા પ્રવાસી પાસેથી દાણચોરીનું સોનું મળ્યું હતું. કેરલા કસ્ટમસની ઈન્ટેલિજન્સના આધારે પ્રવાસીને આંતરી તપાસ કરી હતી.
ફરી એક વખત અમદાવાદ એરપોર્ટ પરથી આજે કસ્ટમ વિભાગે લાખોની કિંમતના સોના સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. સોનાનું સ્મગલિંગ કરતા વ્યક્તિએ તેના પ્રાઈવેટ પાર્ટમાં ગોલ્ડ પેસ્ટમાં સંતાડીને લાવ્યો હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે અલગ અલગ લોકો પાસેથી 5 કિલો સ્મગલિંગનું સોનું ઝડપી પાડ્યું હતું. કેરલા અને અમદાવાદ કસ્ટમ વિભાગે કરેલા જોઈન્ટ ઓપરેશનમાં એરપોર્ટ પરથી મોટી સફળતા મળી હતી.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 5.5 કિલો સોનું જપ્ત કર્યું
મળતી માહિતી મુજબ કેરલના કસ્ટમ અધિકારી તેમજ અમદાવાદ કસ્ટમના એર ઈન્ટિલિજન્સના યુનિટના અધિકારીઓને મળેલ માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 5.5 કિલો સોનું જપ્ત કર્યું હતું. ભારત આવનાર મુસાફર દ્વારા પ્રાઈવેટ પાર્ટમાંથી પેસ્ટ સ્વરૂપે છુપાવવામાં આવ્યું હતું.
પુછપરછ દરમિયાન તેણે શરીરમાં સોનું છુપાવ્યાનું કર્યુ કબુલ
અગાઉ પણ કસ્ટમ અધિકારીઓ દ્વારા સોનાની દાણચોરીનો કેસ નોંધવામાં આવ્યો હતો. કસ્ટમ અધિકારીઓ દ્વારા સોનાની દાણચોરી કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં મિક્સર ગ્રાઈન્ડર, સીસીટીવ કેમેરા, ઈલેક્ટ્રિક કેટલ અને અન્ડર ગારમેન્ટમાં સોનીની પેસ્ટ તરીકે છુપાવી દાણચોરી કરવામાં આવતી હતી. નાણાંકીય વર્ષમાં અમદાવાદ કસ્ટમે વિભાગે 100 કિલો સોનું જપ્ત કર્યું છે. તેમજ સોના, FICN, વન્ય જીવન અને માદક દ્રવ્યોની દાણચોરીને અટકાવવા માટે કસ્ટમની મહત્વની ભૂમિકા રહેલી છે.