ઉત્તરકાશી
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. તેઓ હવે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છે.
સીએમ ધામીએ કહ્યું- ઉત્તરાખંડ સરકાર આવતીકાલે તમામ મજૂરોને 1-1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમને એક મહિનાની પેઇડ લીવ પણ આપવામાં આવશે, જેથી તે તેમના પરિવારને મળી શકે.
દિવાળીના દિવસે જ્યારે આખો દેશ રોશનીથી ઝળહળી રહ્યો હતો, ત્યારે 41 મજૂરો અંધારી સુરંગમાં ફસાયેલા હતા. આ મજૂરો ચાર ધામ માટે નવો રસ્તો બનાવી રહ્યા હતા. ઉત્તરકાશીના સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો અને તમામ કામદારો બહારની દુનિયાથી ડિસકન્કેટ થઈ ગયા.
બચાવ એજન્સીઓએ કામદારોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. એક યોજના નિષ્ફળ જતાં બીજી યોજના પર કામ શરૂ થયું. ક્યારેક સુરંગના મુખમાંથી તો ક્યારેક પર્વતની ટોચ પરથી ખોદીને કામદારોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. 12મી નવેમ્બરે સવારે 5.30 વાગ્યાથી 28મી નવેમ્બરે રાત્રે 8.35 વાગ્યા સુધી એટલે કે 17 દિવસ પછી લગભગ 399 કલાક બાદ પ્રથમ મજૂરને સાંજે 7.50 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. રાત્રે 8.35 કલાકે 45 મિનિટ પછી બધાને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

બધા કામદારો સ્વસ્થ
રેટ સ્નેપર્સ કંપની નવયુગના મેન્યુઅલ ડ્રિલર નસીમે કહ્યું – તમામ કામદારો સ્વસ્થ છે. મેં તેમની સાથે સેલ્ફી લીધી. તેમણે કહ્યું કે જ્યારે છેલ્લો પથ્થર હટાવવામાં આવ્યો ત્યારે બધાએ ખુશી વ્યક્ત કરી.
ઓપરેશન સિલ્ક્યારા’ના હીરો ‘આર્નોલ્ડ ડિક્સ‘, 41 મજૂરોને બચાવવાના અભિયાનમાં ભજવી મુખ્ય ભૂમિકા.

17 દિવસ સુધી ચાલેલા આ બચાવ અભિયાનની સફળતા આર્નોલ્ડ ડિક્સ વિના અધૂરી તેઓ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિષ્ણાત
આ રીતે કામદારોને કાઢી કાઢવામાં આવ્યાં:
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના સભ્ય લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને જણાવ્યું હતું કે ખોદકામ પૂર્ણ થયા બાદ ટનલમાં પાઇપ સુધી રેમ્પ બનાવવામાં આવી. જો રેમ્પ બનાવવામાં કોઈ સમસ્યા આવે તો સીડી પણ લગાવવામાં આવી હતી.. આ સાથે કામદારોને પાઇપ સુધી લઈ જઈ શકાય છે. પાઈપ સુધી પહોંચતાં જ કામદારોને સ્ટ્રેચર પર સુવડાવવામાં આવ્યા હતાં, અને દોરડાની મદદથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા. કામદારને ટનલમાંથી બહાર કાઢવામાં 3થી 5 મિનિટનો સમય લાગ્યો હતો.
પીએમ મોદીએ રેસ્ક્યૂ-ઓપરેશનની માહિતી લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીને ફોન કરીને રેસ્ક્યૂ-ઓપરેશનની અંગે અપડેટ્સ લીધા હતા. તેમણે કહ્યું હતું કે અંદર ફસાયેલા મજૂરોની સુરક્ષાની સાથે સાથે બહાર રાહતકાર્યમાં લાગેલા લોકોની સુરક્ષા માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવે. તેમણે કહ્યું હતું કે અંદર ફસાયેલા મજુરોના પરિવારોને કોઈપણ પ્રકારની પરેશાની ન થવી જોઈએ.
24 નવેમ્બરે મજૂરોના સ્થાનથી માત્ર 12 મીટર દૂર મશીનની બ્લેડ તૂટી ગઈ હતી, જેના કારણે બચાવ કામગીરી અટકાવવી પડી હતી. જણાવીએ કે 12 નવેમ્બરે નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે ટનલમાં કામ કરી રહેલા 41 મજૂર અંદર ફસાયા હતા.
Q: What is Operation Silkyara?
A: Operation Silkyara is a rescue operation conducted in the Uttarakashi district of India to save 41 workers who got trapped inside the Silkara tunnel.
Q: How did the workers get trapped inside the Silkara tunnel?
A: The workers got trapped inside the Silkara tunnel due to a landslide that blocked their exit.
Q: Was the rescue operation successful?
A: Yes, the rescue operation was successful as all the 41 trapped workers were safely rescued.
Q: Who conducted the rescue operation?
A: The rescue operation was conducted by the local authorities and rescue teams from Uttarakashi district.
Q: How long did it take to rescue all the trapped workers?
A: The operation took several hours, but all the workers were successfully rescued within a day.
ઉત્તરકાશી : સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું (Operation Silkyara)
24 નવેમ્બરે મજૂરોના સ્થાનથી માત્ર 12 મીટર દૂર મશીનની બ્લેડ તૂટી ગઈ હતી, જેના કારણે બચાવ કામગીરી અટકાવવી પડી હતી. જણાવીએ કે 12 નવેમ્બરે નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે ટનલમાં કામ કરી રહેલા 41 મજૂર અંદર ફસાયા હતા