ઈઝરાયલે સીરિયામાં કરી એરસ્ટ્રાઈક, 3 નાગરિકો સહિત 5નાં મોત, Breaking News 1

Spread the love

સીરિયાના હોમ્સ શહેરમાં ઈઝરાયલ દ્વારા આડેધડ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં 3 નાગરિકો સહિત 5 લોકો મૃત્યુ પામી ગયા

સીરિયાના હોમ્સ શહેરમાં ઈઝરાયલ દ્વારા આડેધડ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં 3 નાગરિકો સહિત 5 લોકો મૃત્યુ પામી ગયા. યુદ્ધ પર નજર રાખતી એક એજન્સીએ કહ્યું કે સીરિયાના સંરક્ષણ મંત્રાલયે અનેક નાગરિકોની જાનહાનિના અહેવાલ આપ્યા છે. 

ઈઝરાયલ

હવાઈ હુમલામાં 5નાં મોત 

સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું કે હોમ્સ શહેરની એક ઈમારત પર ઈઝરાયલ દ્વારા હવાઈ હુમલો કરાયો હતો. જેમાં ત્રણ નાગરિકો સહિત કુલ 5 લોકો માર્યા ગયા હતા. નાગરિકોમાં એક મહિલા, એક બાળક અને એક પુરુષ સામેલ હોવાની જાણકારી સામે આવી રહી છે. જોકે અન્ય સાત લોકો આ હુમલામાં ઘાયલ પણ થયા હતા. જોકે મૃત્યુ પામેલા બે લોકોની હજુ ઓળખ થઇ શકી નથી. 

સીરિયાના સંરક્ષણ મંત્રાલયે શું કહ્યું? 

આ મામલે સીરિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઈઝરાયલે ઉત્તરેથી હોમ્સ શહેર અને તેના ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સીરિયામાં ઈરાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ઈઝરાયલ દ્વારા ક્રૂરતાપૂર્વક હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે. 

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધી 27 હજારથી વધુ પેલેસ્ટિનીઓના મોત 

ઉલ્લેખનીય છે કે મંગળવારે ગાઝામાં દક્ષિણે આવેલા ખાન યુનિસ શહેરમાં ઈઝરાયલે હવાઈ હુમલા કરી ઓછામાં ઓછા 14 લોકોના જીવ લઈ લીધા હતા. યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી ઈઝરાયલના ક્રૂરતાપૂર્વક કરાયેલા હુમલાઓમાં મૃત્યુ પામનારા લોકોની કુલ સંખ્યા વધીને 27585 થઈ ચૂકી છે. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *