આણંદનાં સામરખા ગામે પત્નીને ગળે ટુંપો દઈ હત્યા કરનાર આરોપી પતીને આણંદની સેસન્સ કોર્ટએ હત્યાનાં ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
આણંદનાં સામરખા ગામમાં મિલ્લત નગર દરગાહ પાસે રહેતા ગફુરભાઈ દાઉદભાઈ વ્હોરા પાંચ વર્ષ પૂર્વે પત્ની શરીફાબેન સાથે ભાડાના મકાનમાં રહેતાં હતાં. શરીફાબેને ગફુરભાઈ વ્હોરા સાથે બીજા લગ્ન કર્યા હતાં.
જ્યારે શરીફાબેનના અગાઉના પતિનું મકાન આણંદમાં શહેરમાં આવેલું હતું. આ મકાન ઉપર પતિ ગફુરભાઈ ની નજર બગડી હતી. જે મકાન બાબતે શરીફાબેન નો બીજા પતિ ગફુરે આણંદમાં આવેલા મકાનનો કબ્જો સોંપી દેવા તેમજ પોતાના નામે કરી દેવા અવારનવાર માંગણી કરી ઝઘડો કરતો હતો.
જોકે, શરીફાબેને પતિ ગફુર વ્હોરા ની માંગણીને સ્વિકારી ન હતી અને કહ્યું હતું કે આ મકાન તેઓનાં આગળનાં પતિથી થયેલી દિકરીઓનું છે,જેથી આ મકાન તેઓ આપશે નહી જેને લઈને ગફુર અવાર નવાર ઝધડાઓ કરી મારઝુડ પણ કરતો હતો.
શરીફાબેન અને તેમની દીકરીઓ એ આણંદ વાળું મકાન ગફુરભાઈનાં નામે કરી આપવાની ના પાડી દેતા ગફુરએ પોતાની પત્ની સરીફાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને બજારમાં જઈ ઝેર મુકવાનું ઈન્જેકશન અને દોરડું લઈ આવ્યો હતો અને તા.9મી નવેમ્બર 2019નાં રોજ બપોરનાં 11.30 વાગ્યાનાં સુમારે પોતાનાં ધરે જઈ પત્ની સરીફાની હત્યા કરવા માટે સૌ પ્રથમ તેણીનાં ગળા પર ઝેરનું ઈન્જેકસન આપી દઈ ત્યારબાદ ગળે દોરડા વડે ટુંપો દઈ ક્રુરતા પૂર્વક હત્યા કરી નાખી હતી.
ત્યારબાદ ધરની બહાર નિકળી આસપાસનાં લોકોને મારી પત્ની સરીફાને કંઈ થઈ ગયું છે,તેમ કહી લોકોને એકત્ર કર્યા હતા દરમિયાન સરીફાબેનની પરણાવેલી ત્રણ દિકરીઓ પણ દોડી આવી હતી ત્યારે પતિ ગફુરએ સરીફાની હત્યા કરાઈ હોવાનો પર્દાફાસ થાય નહી તે માટે દફનવિધી વહેલી કરવા માટે ઉતાવળ કરતો હતો ત્યારે સગા સંબધીઓ અને દિકરીઓએ સરીફાબેનનાં મૃતદેહનાં ગળાનાં ભાગે ટુંપો દેવાયા હોય તેવા નિશાન જોતા તેઓ ચોંકી ઉઠયા હતા.
તેઓને શંકા ગઈ હતી જેથી તેમની દિકરી આયશાબેનએ દફનવિધી રોકાવી દઈ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને સરીફાબેનનાં મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરાવ્યું હતું જેમાં સરીફાબેનને ઝેરી ઈંજેકશન આપ્યા બાદ તેઓને ગળે ટુંપો દઈ હત્યા કરાઈ હોવાનું ખુલતા મૃતકની પુત્રી આઈશાબેન વસીમભાઈ વ્હોરા એ આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મૃતક શરીફાબેન ના પતિ ગફુર વ્હોરા વિરુદ્ધ ઇપીકો કલમ ૩૦૨ મુજબ ગુનો નોંધી તારીખ ૧૨/૧૧/૨૦૧૯ ના સાંજના સમયે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
ત્યારબાદ જરૂરી પુરાવાઓ એકઠાં કરી કોર્ટમાં ચાર્જશીટ મુકી હતી. આ કેસ આણંદની ચોથા એડિશનલ સેશન્સ જજ એસ.કે. વ્યાસની કોર્ટમાં ચાલી જવા પામ્યો હતો. જ્યાં સરકારી વકીલ વૈસાખી મહિડાએ મ ધારદાર દલીલો સાથે ૨૫ સાક્ષીઓ અને ૫૩ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીની મહત્તમ સજા કરવા અપીલ કરી હતી જેને નામદાર કોર્ટએ માન્ય રાખીને જજે એસ કે વ્યાસએ આરોપી ગફુરભાઈ દાઉદભાઈ વ્હોરા ને હત્યાની કલમ ૩૦૨ ના ગુનામાં કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા અને રૂપિયા ૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
વીઓઃ હત્યારા પતિ ગફુર વ્હોરાએ સરીફાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા અને અગાઉની પત્નીની હત્યા કર્યાની ફરીયાદ તેમની વિરૂદ્ધ નોંધાઈ હતી અને ધટનાનાં બે માસ બાદ અગાઉની પત્નીનાં મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરાયું હતું પરંતુ પુરાવાનાં અભાવે ગફુર અગાઉનાં પત્નીની હત્યાનાં ગુનામાં નિર્દોષ છુટયા હતા પરંતુ બીજી પત્નીની હત્યાનાં ગુનામાં પાપનો ધડો ભરાઈ જતા નામદાર કોર્ટએ આજીવન કેદની સજા ફટકારી હતી.