આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ થિયેટરમાં જોઈ શકાશે, જાણો તેની ટિકિટ
Ram Mandir Pran Pratishtha : આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ : અયોધ્યામાં આજે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઈને સમગ્ર દેશમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 22 જાન્યુઆરીએ દેશની અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યા છે. કેટલાક સંગઠનો, સંસ્થાઓ અને કંપનીઓએ આ દિવસને ખાસ બનાવવા માટે તૈયારીઓ કરી છે. આ યાદીમાં હવે મલ્ટીપ્લેક્સ કંપની PVR INOX લિમિટેડે પણ મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે, તેઓ આજે દેશભરમાં પોતાના સિનેમા સ્ક્રીન્સ પર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ઐતિહાસિક રામ મંદિરના ઉદ્ધાટનનું લાઈવ સ્ક્રીનિંગ કરશે.

100 રૂપિયાની ટિકિટમાં મળશે કોમ્બો
PVR INOXએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક આયોજન ગણાવતા કહ્યું છે કે, ‘સમગ્ર દેશમાં તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. PVR INOX આ ઐતિહાસિક સમારોહને દેશના 70 થી વધુ શહેરોમાં સ્થિત પોતાના 160થી વધુ થિયેટરોમાં લાઈવ પ્રસારણ કરશે. સમગ્ર સમારોહનું લાઈવ સ્ક્રીનિંગ સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી થશે. PVR INOX એપ અથવા વેબસાઈટ અને અન્ય પ્લેટફાર્મના માથ્યમથી ફ્લેટ 100 રૂપિયામાં તેની ટિકિટ બુક કરી શકાય છે, જેમાં બેવરેજ (પેય) અને પોપકોર્નનું કોમ્બો સામેલ છે.’
PVR INOXના CEOએ ગણાવ્યો ઐતિહાસિક અવસર

PVR INOX લિમિટેડના Co.CEO ગૌતમ દત્તાએ આ દિવસને મહત્વપૂર્ણ અવસર ગણાવતા કહ્યું કે, ‘આ રીતે ભવ્ય અને ઐતિહાસિક અવસરોને ભવ્ય રીતે મનાવવા જોઈએ. દેશભરમાં સિનેમા સ્ક્રીન આ સામૂહિક ઉત્સવની ભાવનાઓને જીવંત કરી દેશે. અનોખી રીતે ભક્તોને આ ઉત્સવથી જોડવા આપણા માટે સૌભાગ્યની વાત થશે. અમને આશા છે કે, આપણે મંત્રો અને શાનદાર દ્રશ્યો અને ભારતના સમકાલીન ઈતિહાસના સૌથી વધુ રાહ જોવાયેલા ક્ષણના જાદૂને જીવંત કરવામાં સક્ષમ હશે. અમે આ ઐતિહાસિક ક્ષણને પોતાના દર્શકો સાથે શેર કરવા માટે ઉત્સુક છીએ.’