આજે આંધ્રપ્રદેશના
આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વાવાઝોડું ‘મિચોંગ’ ટકરાશે, ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ. તમિલનાડુ સરકારે વાવાઝોડાને ધ્યાને રાખી અનેક જિલ્લાઓમાં રજા જાહેર કરી.250 NDRF કર્મચારીઓની 18 ટીમો તૈનાત કરવામાં આવી.
Cyclone michaung update : આજે આંધ્રપ્રદેશના દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે ભયાનક ચક્રવાત ‘મિચોંગ’ ત્રાટકી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાતને કારણે 90થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ચક્રવાત મિચોંગના કારણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ રહ્યો છે જેને પગલે ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે
મિચોંગ’ હવે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું
બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાતી વાવઝોડું ‘મિચોંગ’ હવે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. આજે તે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે. મિચોંગની સૌથી વધુ અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જોવા મળી રહી છે. ગઈકાલે અનેક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ દ્વારા એ પણ સંભાવના વ્યક્ત કરી છે કે આગામી એક-બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. ચક્રવાત મિચોંગને લઈને તમિલનાડુમાં રેડ એલર્ટ, ઓડિશાના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને આંધ્ર પ્રદેશના 8 જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
ચેન્નઈના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબ્યા
ચેન્નઈમાં ગઈકાલે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું જ્યારે કેટલાક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાય ગયા હતા. રસ્તાઓ જળમગ્ન થવાના કારણે આવન-જાવનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. રાજ્યની રાજધાનીના ઘણા વિસ્તારો અને આસપાસના કાંચીપુરમ, ચેંગલપટ્ટૂ અને તિરુવલ્લૂર જિલ્લા જળમગ્ન થઈ ગયા છે.
આજે અનેક જિલ્લાઓમાં રજાઓ જાહેર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન સાથે ફોન પર સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે કેન્દ્ર તરફથી તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે, જરૂર પડશે તો વાવાઝોડા બાદ રાહત કાર્ય શરૂ કરવા કેન્દ્ર પાસેથી મદદ માગશે. તમિલનાડુ સરકારે વાવાઝોડાને ધ્યાને રાખી ચેન્નઈ, તિરવલ્લૂર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટૂ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી અને ખાનગી ઓફિસો, નાણાંકીય સંસ્થાઓ અને બેંકો આજે બંધ રાખવાની જાહેરાત કરી છે.
ચક્રવાત મિચોંગને પગલે 70 ફ્લાઈટો રદ કરાઈ
લોકોને તેમના દરવાજા અને બારીઓ બંધ રાખવા, વોટરપ્રૂફ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને મોંઘી વસ્તુઓ રાખવા અને ઝાડ નીચે આશ્રય લેવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે.
“રહેવાસીઓને બિન નાશવંત ખાદ્યપદાર્થો, પાણી અને જરૂરી દવાઓ જેવા જટિલ પુરવઠો એકત્રિત કરવા વિનંતી કરવામાં આવી છે. વધુમાં, મેચબોક્સ, ફ્લેશલાઇટ, બેટરી, ડ્રાય ફૂડ, છરીઓ, દવાઓ અને ફર્સ્ટ એઇડ કીટ સરળતાથી સુલભ હોવી જોઈએ, ”સરકારી સલાહકારે જણાવ્યું હતું.
ચક્રવાત મિચાઉંગ: ચેન્નાઈ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન 11:30 PM સુધી સ્થગિત
ભારે વરસાદ, જળબંબાકાર અને તોફાની પવનોને જોતા ચેન્નાઈ એરપોર્ટે સોમવારે રાત્રે 11:30 વાગ્યા સુધી ફ્લાઈટ ઓપરેશન સ્થગિત કરી દીધું છે.
ચક્રવાત મિચાઉંગ સમાચાર: તમિલનાડુ સરકારે એડવાઈઝરી જારી કરી, લોકોને ઘરે રહેવાની સલાહ આપી
નજીક આવી રહેલા ચક્રવાત મિચાઉંગને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારે એડવાઈઝરી જારી કરીને લોકોને ઘરેથી જ કામ કરવા જણાવ્યું હતું.
લોકોને તેમના દરવાજા અને બારીઓ બંધ રાખવા, વોટરપ્રૂફ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને મોંઘી વસ્તુઓ રાખવા અને ઝાડ નીચે આશ્રય લેવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે.
Cyclone michaung Effect : ચક્રવાત મિચોંગ જેમ જેમ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર વધી રહી છે ત્યારે ગઈકાલે ચેન્નઈમાં ભારે વરસાદ પડતા આખું શહેર પાણીમાં ગરકાવ થયુ હતું અને રસ્તા પરના વાહનો તરતા જોવા મળ્યો હતા. આજે વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઈને બપોર સુધીમાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે ત્યારે દરિયાકાંઠાના પાંચ રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
આંધ્રપ્રદેશના આ 8 જિલ્લામાં અપાયું એલર્ટ
ચક્રવાત મિચોંગ આજે આધપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે ત્યારે પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ચેન્નઈમાં ભારે વરસાદને કારણે 12 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તેમજ ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ ચેન્નઈમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં આઠ લોકોના મોતના સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ગંભીર ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા માટે ચેતવણી જાહેર કરી છે. મુશળધાર વરસાદને કારણે ચેન્નઈ એરપોર્ટના રનવે અને સબવે પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ફ્લાઈટને અસર થઈ છે.