આકોદરા : રાજ્ય સરકારના અણઆવડત ભર્યા વહીવટની વધુ એક પોલ ખુલ્લી પડી છે.
આકોદરા : સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ વહીવટી તંત્રની બેદરકારીના કારણે સરકારે ફાળવેલા કરોડો રૂપિયાનું પાણી થઈ ગયું.
આકોદરા : આ છે ભારતની સૌ પ્રથમ એનિમલ હોસ્ટેલ
જોઈએ ન્યુઝ ફોર ઇન્ડિયા ગુજરાતીનો વિશેષ અહેવાલ
આ છે ભારતની સૌ પ્રથમ એનિમલ હોસ્ટેલ…. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2011-12માં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આકોદરા ગામે એનિમલ હોસ્ટેલની સ્થાપના કરવામાં આવી. પશુપાલકો પશુપાલનના વ્યવસાય થકી આગળ આવે તે માટે 4.80 કરોડનો ખર્ચ પણ કરવામાં આવ્યો.
અહીં એનિમલ હોસ્ટેલના બે યુનિટ બનાવવામાં આવ્યા…તમામ સુવિધાઓ સાથે પશુઓમાં છાણમાંથી ગેસ ઉત્પન્ન કરવા 2 યુનિટમાં કુલ ત્રણ ગોબરગેસ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યા. પરંતુ આ પ્લાન્ટ થોડાક જ દિવસો ચાલ્યા અને બંધ પડી ગયા. ગોબરગેસ પ્લાન્ટ માટે સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ જિલ્લા વહીવટી તંત્રની બેદરકારીના કારણે હાલ આ પ્લાન્ટની હાલત બત્તર બની ગઈ છે.
મિલ્ક કલેક્શન રૂમની આ સ્થિતિ જોઈ લો. બિસ્માર હાલમાં રૂમના કઈ જ ઠેકાણા નથી. ક્યાંક બારી તૂટેલી જોવા મળી રહી છે તો દરવાજા પણ કન્ડમ હાલતમાં જોવા મળી રહ્યા છે, સરકારે કરોડો રૂપિયાનો અહીં ખર્ચ કર્યો છે, પરંતુ અધિકારીઓની બેદરકારી અહીંયા છતી થઈ ગઈ છે,
યુનિક 1 માં આવેલા ગોબરગેસ પ્લાન્ટ ઉપર તો ગાંડા બાવળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, પ્લાન્ટ ઉપર મસ મોટું ઘાસ ઊગી નીકળ્યું છે….જોકે આ બાબતે પશુપાલન અધિકારી જનક પટેલને પૂછતાં તેઓએ બધો જ દોષનો ટોપલો ત્યાંની જમીન ઉપર નાખી દીધો.
કોઈ પણ પ્રોજેકટ નિષ્ફળ જાય એટલે અધિકારીઓ પાસે તરત જ જવાબ તૈયાર હોય છે. અને અહીંયા પણ અધિકારી બધા રીપોર્ટની વાતો કરી પ્રોજેકટની નિષ્ફળતા અંગે સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છે, જોકે આ પ્રોજેકટ વર્ષ 2011-12માં અમલમાં મુકાયો હતો, પ્રોજેકટ શરૂ થયો અને થોડાક જ દિવસોમાં આ ગોબરગેસ પ્લાન્ટ બંધ પડી ગયો..
અને આ વાતેને વર્ષો થઈ ગયા. ત્યાર પછી ગુજરાત રાજ્યના 3 મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા છતાં અધિકારી હજુ સરકાર સાથે પરામર્શ કરી રહ્યા છે.. અહીંયા અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ નજરે પડે છે. ગ્રામજનોનું માનવું છે કે ગોબરગેસ પ્લાન્ટ ફરી શરૂ કરવામાં આવે તો ગ્રામજનોને મોટો આર્થિક ફાયદો થાય તેમ છે…
સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યો અને એનિમલ હોસ્ટેલનું નિર્માણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો…પરંતુ સરકારે પણ કોઈ ગંભીરતા દાખવી નહીં અને બધું અધિકારીઓ ઉપર છોડી દીધું જેના પરિણામે હાલ એનિમલ હોસ્ટેલમાં આવેલા ગોબરગેસની હાલત બદતર બની ગઈ છે.