કેન્દ્રએ સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું, Breaking News 1

Spread the love

સરકારી ગેઝેટમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું

ગુજરાતને ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે. સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ શરુ થઈ ગઈ છે ત્યારે હવે સરકારી ગેઝેટમાં પણ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. 

અગાઉ કેબિનેટ બેઠકમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી

આ પહેલા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજજો આપવાના પ્રસ્તાને મંજૂરી અપાઈ હતી. આ નિર્ણયથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળતા સુરતવાસીઓમાં આનંદ છવાયો છે. સુરત એરપોર્ટ પરથી હાલ દુબઈ અને શારજાહની ફ્લાઈટ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરશે તેવી શક્યતાઓ છે.

ઘોલેરામાં પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે

સુરત પહેલા ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આ ઉપરાંત રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ છે. હાલ ધોલેરામાં પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 2023ની 17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા સુરત આવ્યા હતા.

ત્યારે તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સુરતની જનતા અને અહીંના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વધુ બે ભેટ મળી છે.

ડાયમંડ બુર્સની સાથે સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને બીજી મોટી વાત એ છે કે હવે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘હું સુરતના લોકોને, ગુજરાતના લોકોને આ અદ્ભુત ટર્મિનલ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે અભિનંદન આપું છું.’

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *