આંગણવાડીમાં શિડ્યુલ કાસ્ટના બાળકો માટે દોઢ વર્ષથી ગ્રાન્ટ જ ફાળવવામાં ન આવ્યાના આક્ષેપ થઈ રહ્યા છે.
રાજ્યમાં કુપોષિત બાળકોના આંકડામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. બીજી તરફ બાળકોને કેમ પોષણક્ષમ આહર નથી મળતો તેનો ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે. આપણે વાત નવસારી જિલ્લાની કરી રહ્યા છીએ. જ્યાં આંગણવાડીમાં શિડ્યુલ કાસ્ટના બાળકો માટે દોઢ વર્ષથી ગ્રાન્ટ જ ફાળવવામાં ન આવ્યાના આક્ષેપ થઈ રહ્યા છે. અને હવે આંગણવાડી કર્મચારીઓએ પોતાની વેદના વ્યક્ત કરતા તાળા મારવાની ચીમકી ઉચ્ચારી છે.
5 કલાક 70 હજાર કુપોષિત બાળકો
આ આંકડો દેશનો નહી આપણા ગુજરાતનો છે. જે તાજેતરમાં જ વિધાનસભામાં જાહેર થયો છે. પરંતું આ વધતા કુપોષણના આંકડા પાછલ ક્યાં કારણ જવાબદાર હોય તેવો કિસ્સો દક્ષિણ ગુજરાતમાંથી સામે આવ્યો છે. જ્યાં નવસારી જીલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં છેલ્લા એક વર્ષથી રાજ્ય સરકારે ગ્રાન્ટ જ ફાળવી નથી. અને આ ગ્રાન્ટના 80 લાખથી વધુ રૂપિયા ફાળવવાના બાકી છે.
એટલે કે, એક આંગણવાડી દીઢ 80 થી 90 હજાર ગ્રાન્ટ ફાળવવાની બાકી છે. જેના કારમે હાલ સ્થિતિ એવી બની છે કે, આંગણવાડી કર્મચારીઓને પોતાના રૂપિયાથી બાળકોને ભોજન કરાવવાનો વારો આવ્યો છે. જેને લઈને હવે કર્મચારીઓએ 17 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. અને જો ગ્રાન્ટ ફાળવવામાં નહી આવો તો આંગણવાડીમાં તાળા મારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આંગણવાડીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી 50-50 ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાંથી કેન્દ્ર સરકારની ગ્રાન્ટ તો મળી ગઈ છે. પરંતું રાજ્ય સરકારની ગ્રાન્ટ મળી નથી. તેમાં પણ ત્રણ કેટેગરીમાં અપાતી ગ્રાન્ટમાં માત્ર ટ્રાયબલ વિભાગની એટલે કે, હળપતિ બાળકો માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. જેને લઈને આંગણવાડી કર્મચારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.