કવાયત / ગુજરાત નજીક અરબ સાગરમાં હાઇઍલર્ટ કેમ? ભારતે એક સાથે ત્રણ જંગી જહાજ કર્યા તૈનાત
Indian Coast Guard Latest News: અરબ સાગરમાં ભારતે યુદ્ધ જહાજોની તૈનાતી વધારી, યુદ્ધજહાજ INS મોર્મુગાઓ, INS કોચી અને INS કોલકાતા તૈનાત
એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલા બાદ અરબ સાગરમાં હાઇઍલર્ટની સ્થિત
પોરબંદરથી 217 નોટિકલ માઈલ દૂર જહાજ એમવી કેમ પ્લુટો પર થયો હતો ડ્રોન હુમલો
ડ્રોન હુમલા બાદ ભારતે અરબી સમુદ્રમાં 3 યુદ્ધ જહાજ તૈનાત કર્યા
Indian Coast Guard : ગુજરાત નજીક અરબ સાગરમાં હાઇઍલર્ટની સ્થિતિ છે. વાત જાણે એમ છે કે, અરબી સમુદ્રમાં ભારતે યુદ્ધ જહાજોની તૈનાતી વધારી દીધી છે. એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલા બાદ ભારતે અરબી સમુદ્રમાં 3 યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. નેવીએ આ વિસ્તારમાં યુદ્ધજહાજ INS મોર્મુગાઓ, INS કોચી અને INS કોલકાતા તૈનાત કરી છે. નેવીએ કહ્યું છે કે, લોંગ રેન્જ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ P8I પણ તૈનાત કરવામાં આવ્યું છે.
નોંધનિય છે કે, શનિવારે પોરબંદરથી લગભગ 217 નોટિકલ માઈલ દૂર 21 ભારતીય ક્રૂ મેમ્બર્સને લઈ જતા કોમર્શિયલ જહાજ એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજને મદદ પૂરી પાડવા માટે અનેક જહાજો તૈનાત કર્યા હતા.