અમિત શાહનું મોટું એલાન, મ્યાનમાર સરહદનું ફેન્સીંગ કરાશે | BIG NEWS

Spread the love

મ્યાનમારના લોકોની ભારતમાં ગેરકાયદેસર એન્ટ્રી મામલે અમિત શાહે ભારત સાથેની મ્યાનમારની સરહદે તારની વાડ બનાવવાનું એલાન કર્યું છે.

મ્યાનમારના લોકોની ભારતમાં ગેરકાયદેસર એન્ટ્રી મામલે કેન્દ્ર સરકારે પણ એક્શનમાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે ગેરકાયદેસર એન્ટ્રી અટકાવવા માટે ભારત મ્યાનમાર સરહદે તારની વાડ બનાવશે. મ્યાનમારમાં વંશીય અથડામણને કારણે ત્યાંના સૈનિકો ભારતમાં ખોટી રીતે ઘુસી રહ્યાં છે. અમિત શાહે આસામ પોલીસ કમાન્ડોની પાસિંગ આઉટ પરેડમાં કહ્યું હતું કે, “મ્યાનમાર સાથેની ભારતની સરહદને બાંગ્લાદેશ સાથેની સરહદની જેમ સુરક્ષિત કરવામાં આવશે.

મિઝોરમમાં લઈ રહ્યાં છે ગેરકાયદેસર આશ્રય 

છેલ્લા ત્રણ મહિનામાં મ્યાનમાર આર્મીના લગભગ 600 સૈનિકો ભારતમાં પ્રવેશ્યા છે. પશ્ચિમી મ્યાનમાર રાજ્ય રખાઇનમાં એક વંશીય સશસ્ત્ર જૂથ – અરાકાન આર્મી (એએ) આતંકવાદીઓ દ્વારા તેમના શિબિરો કબજે કરવામાં આવ્યા બાદ તેઓએ મિઝોરમના લાંગટલાઇ જિલ્લામાં આશ્રય લીધો હતો. સરહદ પર વાડ બનાવીને ભારત બંને દેશો વચ્ચે ફ્રી મૂવમેન્ટ રિજિમ (એફએમઆર) રદ કરશે. સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને બીજા દેશમાં પ્રવેશવા માટે ટૂંક સમયમાં વિઝાની જરૂર પડશે.

600 સૈનિકો ભારતમાં મ્યાનમારમાં પ્રવેશ્યાં

ઉલ્લેખીય છે કે મ્યાનમારમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે વંશિય અથડામણો ચાલી રહી છે જેને કારણે ત્યાંથી પલાયન શરુ થયું છે. તાજેતરના સમયામં 600થી વધુ સૈનિકો મિઝોરમમાં ઘુસ્યાં છે. 


Spread the love

Related Posts

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Arvind Kejriwal Case :દિલ્હી હાઈકોર્ટમાંથી ન મળી રાહત, આગામી સુનાવણી 3 એપ્રિલે, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Case :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી Arvind Kejriwal Case :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *