અમરાઇવાડીમાં ભાડાના મકાનમાં રહેવા આવેલા યુવકને તું અહીયા કેમ રહેવા આવ્યો છે અમારો ડર નથી લાગતો કહીને બિભત્સ ગાળો બોલીને કોલર પકડીને નીચે પાડીને માર માર્યો બાદ છરીથી હુમલો કર્યો હતો
અમદાવાદ :અમરાઇવાડીમાં ભાડાના મકાનમાં રહેવા આવેલા યુવકને તું અહીયા કેમ રહેવા આવ્યો છે અમારો ડર નથી લાગતો કહીને બિભત્સ ગાળો બોલીને કોલર પકડીને નીચે પાડીને માર માર્યો બાદ છરીથી હુમલો કર્યો હતો. પોલીસ તપાસમાં વર્ષ અગાઉ બંને શખ્સોએ યુવક સાથે ઝઘડો કરતા પોલીસ ફરિયાદ થઇ હતી. આ બનાવ અંગે યુવકે બંને શખ્સો સામે ફરીથી અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કોલર પકડી નીચે પાડી છરી મારી લોહી લુહાણ કરી ,અમારા વિરુધ્ધમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશું કહીને આરોપીઓ નાસી ગયા હતા.
ખોખરામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે એક વર્ષ પહેલા અમરાઇવાડીમાં આ બન્ને આરોપી સાથે તેમને ઝઘડો થયો હતો. જે તે સમયે ફરિયાદીએ બંને સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ યુવક આ ચાલીમાં ભાડાના મકાનમા રહેવા આવ્યો હતો.
તા. ૧૦ ફ્રેબ્રુઆરીએ યુવક પોતાની ચાલીના નાકે ઉભા હતા તે સમયે આ બંને શખ્સો ત્યાં આવ્યા હતા અને તું અહીયા કેમ રહેવા આવ્યો છે તને અમારો ડર નથી કહીને બિભત્સ ગાળો બોલીને કોલર પકડીને નીચે પાડીને લાતો મારી હતી બાદમાં છરીથી હુમલો કરીને લોહી લુહાણ કર્યો હતો.
બુમાબુમ થતાં આસપાસના લોકો આવી જતા બંને શખ્સોએ જતા જતા પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે યુવકે બંને શખ્સો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.