અમદાવાદના રાજપથ રોડ પર અમદાવાદના જાણીતા ર્ડાક્ટરનાં દીકરાએ પુર ઝડપે કાર ચલાવી અન્ય કારને અડફેટે લઈ યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અમદાવાદમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. અમદાવાદના રાજપથ રોડ પર અમદાવાદનાં જાણીતા ર્ડાક્ટર પંકજ પટેલના દીકરા દ્વારા પુર ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો છે. ર્ડાક્ટરનાં દીકરા દ્વારા પુર ઝડપે કાર ચલાવી 2 કારને અડફેટે લઈ નુકશાન કર્યું હતું. ત્યારે અકસ્માત સર્જાતા ર્ડાક્ટરનો દીકરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલેને પોલીસ દબાવવા માટેનો પ્રયત્ન કરી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
રેસ્ટોરા બહાર પડેલ બે કાર તેમજ રેસ્ટોરાના બોર્ડને પણ નુકશાન થવા પામ્યું હતું
રાજપથ ક્લબની પાછળ આવેલ રસિલા કિચન પાસે ગત રોજ રાત્રીના સુમારે પાર્ક કરેલ બે કારને અન્ય એક કાર ચાલક દ્વારા ટક્કર મારી નુકશાન પહોંચાડ્યું હતું. તેમજ રસિલા કિચન રેસ્ટોરાના બોર્ડને પણ કાર અથડાતા બોર્ડ તૂટી જવા પામ્યું હતું.
ત્યારે આ સમગ્ર મામલે લોકોએ જણાવ્યું હતું કે ર્ડાક્ટરનો દીકરો નશામાં હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. તેમજ જે કારને નુકશાન થયું તેના માલિકે પણ પોલીસ પર ગંભીર આરોપ પણ કર્યા છે.
સમગ્ર મામલે ઇનોવા કારના માલિક પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવશે
આ સમગ્ર મામલે પોલીસ પણ ર્ડાક્ટરને મદદ કરી રહી હોવાનું પ્રકાશમાં આવવા પામ્યું છે. પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ઈનોવા કાર ચાલકને કેસ ન કરવા પોલીસ દબાણ કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તેમજ અકસ્માત કરનાર ર્ડાક્ટરનો દીકરો આજે અમેરિકા માટે નીકળવાનો હોવાથી કેસ ન કરવા દબાણ કરવામાં આવ્યું છે. ર્ડાક્ટરના દીકરાને અમેરિકા જવામાં નડતર ન થાય તે માટે સમાધાનનું દબાણનો આરોપ પર લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે ઈનોવા કારના માલિકે પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવશે.