શાંતિપુરા ચાર રસ્તા : 1976માં ઇન્દિરા ગાંધી સરકારે કરી આપ્યા હતા દસ્તાવેજ
અમદાવાદ શહેરના શાંતિપુરા ચાર રસ્તા પાસે બજાણીયા પુરા ઝુપડપટ્ટી વિસ્તાર આવેલો છે.
જ્યાં કુલ 27 અને તેની સામેની સાઈડ 40 એમ મળીને કુલ 67 જેટલાં કાચા મકાનો આવેલા છે. તમામ લોકો છેલ્લા ૪૦ થી ૫૦ વર્ષથી ત્યાં જ રહે છે. 1976 માં ઇન્દિરા ગાંધી સરકારે તેમને રહેવા માટેના દસ્તાવેજો કરી આપ્યા હતા. તેવામાં હાલ અમદાવાદ બાંધકામ વિભાગ દ્વારા આ તમામ જગ્યા ખાલી કરવા માટે અથવા ડિમોલેશન કરવા માટે વારંવાર નોટિસ આપવામાં આવી રહી છે.
રોજનું કમાઈને રોજનું ખાવા વાળા લોકો એ ન્યુઝ ફોર ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સરકારે જ 1976 માં અમને અહીંયા રહેવા માટેની પરમિશન આપી હતી અને આજે સરકાર જ અમારી પાસે આ જમીન છીનવી રહી છે. ત્યારે જો અમારા મકાનો અહીંયા ડિમોલિશન કરવામાં આવશે તો અમે ક્યાં જઈશું?
અમને વૈકલ્પિક સુવિધા સરકાર દ્વારા નથી આપવામાં આવી રહી? અમારા બાળકો લઈને અમે રોડ ઉપર ક્યાં રહેવા જઈશું તેવું કહીને પોતે સુસાઇડ કરવાની ચીમકી આપી હતી. તેમજ આ જગ્યા માટે કોર્પોરેશન દ્વારા વેરો પણ લેવામાં આવે છે તેવું પણ જણાવ્યું હતું.
Highlights
શાંતિપુરા ચોકડી પાસે બજાણીયા પુરાનો મામલો
બજાણીયા પુરા ખાલી કરવા માટે અપાઇ નોટિસ
2018 થી આપવામાં આવે છે નોટિસો
ગણતરીના દિવસોમાં કરવામાં આવશે ડિમોલેશન
1976 માં સરકારે જ કરી આપ્યા હતા દસ્તાવેજ
વગર વૈકલ્પિક સુવિધાએ કરાશે ડિમોલેશન