અમદાવાદ : આરોપી એમ. ડી રિઝવાન ઉર્ફે મોહમંદ દાનીસની વોટ્સએપ હેક કરીને છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે
અમદાવાદ : વોટ્સએપ હેક કરીને પૈસા પડાવતી ગેંગના એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. ફેસબુક બાદ હવે વોટ્સએપ હેક કરીને મિત્રોને મેસેજ કરીને પૈસા મંગાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી. ઝારખંડથી આરોપીની ધરપકડ કરીને સાયબર ક્રાઇમે વધુ પૂછપરછ હાથ ધરી છે.
અમદાવાદ : છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ
આરોપી એમ. ડી રિઝવાન ઉર્ફે મોહમંદ દાનીસની વોટ્સએપ હેક કરીને છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઝારખંડ રાજ્યના જમશેદપુરનો રહેવાસી છે. આરોપી રિઝવાનએ અમદાવાદના એક યુવકનું વોટ્સએપ હેક કરી તેનો એક્સેસ મેળવી તેના મિત્રો પાસેથી પૈસા માંગી છેતરપિંડી આચરી હતી. સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસ દ્વારા આરોપીને ઝારખંડથી ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ : વોટ્સએપ હેક કરવાની મોડ્સ ઓપરેન્ડી
આરોપી રિઝવાનએ ફરિયાદીને ફોન કરી પોતે કુરિયર બોયની ઓળખ આપી હતી. કુરિયર મેળવવા માટે ફરીયાદીને વોટ્સએપ પર લિંક મોકલી હતી. જે લિંક ઓપન કરતા આરોપીએ વોટ્સએપ હેક કરીને તમામ ઍક્સેસ મેળવી લીધા હતા. આરોપી 10 પાસ છે અને ઝારખંડમાં ઠગાઈ કરતી ગેંગ પાસેથી છેતરપિંડીની તાલીમ મેળવીને ઠગાઈના ધંધામાં આવ્યો હતો. આ ઠગ ગેંગ પાસેથી હેક કરવાની લિંક 5 હજારમાં ખરીદી હતી અને વોટ્સએપ હેક કરવાની મોડ્સ ઓપરેન્ડીથી ઠગાઈ શરૂ કરી હતી.
અમદાવાદ : 20થી 25 લોકોને મેસેજ કર્યા હતા
આરોપીએ 20થી 25 લોકોને મેસેજ કર્યા હતા. તેમની પાસેથી 25 હજાર અને 9 હજારની રોકડ મંગાવીને છેતરપીંડી આચરી હતી. આ ઠગ આરોપીએ 3થી 4 લોકોને ટાર્ગેટ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીના મોબાઈલ કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.