આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સામાન્ય સભા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાંધી હૌલ માં મળી હતી. તેમાં સૌ પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ ટમૅ સુધી મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી વિનોદભાઈ મોદી ના અવસાન નો શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ અયોધ્યા માં બનાવવામાં આવેલ રામમંદિર ની ખુશી વ્યક્ત કરી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ને ઠરાવ રામમંદિર કમિટી ને મોકલવામાં આવ્યો હતો જેને વિરોધ પક્ષના સભ્યો એ પણ ટેકો આપ્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા શહેરના નાના નાઞરીકો ને ટેક્ષ ખાતા દ્વારા હેરાન કરવા મા આવે છે જ્યારે મોટા ઉધોગપતિઓ નો કરોડો નો ટેક્ષ બાકી છે.
બીયુ પરમિશન આપવામાં આવ્યા પછી પણ ટેક્ષ ની આકરણી કરવામાં આવતી નથી પાકિગ પ્લોટ વાળા પણ મ્યુનિસિપલ ટેક્ષ ભરતા નથી ૧૩૯ કરોડ નો હિસાબ મળતી નથી એ ઓડિટ માં સામે આવ્યું છે તેવું વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા બોડે માં રજુઆત કરવામાં આવી ૧૯૯૭ થી ૨૦૨૧ સુધી હજારો અરજીઓ પેનડીગ છે અમદાવાદ રીવરફ્રન્ટ ઉપર ચાલતા બોટીગ કોન્ટ્રાકટર પાસે યોગ્ય ડોક્યુમેન્ટ નથી એટલે અઠવાડિયાથી બંધ છે