અમદાવાદમાં બુટલેગરે પોલીસની ગાડીને ટક્કર મારી, ASIનું મોત
અમદાવાદમાં ગુનેગારોને કાયદા અને પોલીસનો ડર રહ્યો નથી, તે પ્રકારની ઘટના ફરી એક વખત સામે આવી છે. ભાવડા પાટિયા પાસે પોલીસ ટીમ પર બુટલેગરે હુમલો કર્યો હતો. કણભામાં પોલીસની ગાડીને બુટલેગરે ટક્કર મારી હતી. દેશી દારૂ ભરેલી ગાડીથી પોલીસની ગાડીને ટક્કર મારી હતી. ટક્કરથી કણભાના ASIનું મોત નીપજ્યું છે, જ્યારે એક ઘાયલ છે. બુટલેગરની ટક્કરથી ASI બળદેવજી મરતાજીનું મોત થયું છે.
ખાખીનો ડર ગાયબ?: અમદાવાદમાં બુટલેગરે લીધો પોલીસકર્મીનો જીવ, દારૂ ભરેલી ગાડીથી પોલીસની જીપને મારી ટક્કર
Ahmedabad Crime News: રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. રોજે રોજ રાજ્યમાં દારુ ઘુસાડવા બુટલેગરો અવનવા પેતરા અજમાવતા હોય છે. ક્યારેક સફળ
Ahmedabad Crime News: રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. રોજે રોજ રાજ્યમાં દારુ ઘુસાડવા બુટલેગરો અવનવા પેતરા અજમાવતા હોય છે. ક્યારેક સફળ થઈ જાય છે તો ક્યારેક પોલીસ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં સફળ થઈ જાય છે. પરંતુ આજે તો અમદાવાદમાં બુટલેગરોએ તમામ હદ વટાવી દીધી છે.ભાવડા પાટિયા પાસે બેફામ બુટલેગરે દારૂ ભરેલી કારથી પોલીસની જીપને ટક્કર મારતા એક પોલીસકર્મીનું નિધન થયું છે. જ્યારે એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે પોલીસે બુટલેગરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
કણભા પોલીસને મળી હતી બાતમી
પ્રાપ્ત વિગતો અનુસાર, કણભા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી, આ દરમિયાન તેઓને ભાવડા પાટિયા પાસેથી એક ગાડી દેશી દારૂ ભરીને જતી હોય તેવી ચોક્કસ બાતમી મળી હતી. જેથી બાતમીના આધારે કણભા પોલીસ સ્ટેશનના ASI તેમના સહકર્મી સાથે ભાવડા પાટિયા પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન એક ગાડીને રોકવાનો પ્રયાસ કરતા આ ગાડીના ચાલકે પોલીસની ગાડીને જોરદાર ટક્કર મારી હતી.
દારૂ ભરેલી કારથી મારી જોરદાર ટક્કર
જેથી બંને પોલીસ કર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ASI બળદેવજી મરતાજીનું અવસાન થયું હતું.
સારવાર દરમિયાન ASIનું મોત
આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. સારવાર દરમિયાન ASIના અવસાન બાદ પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે શરૂ કરી તપાસ
હાલ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવામાંની કવાયત હાથ ધરી છે.