અમદાવાદના 6 મિત્રો સાયકલ પર 1500 KM અંતર કાપીને અયોધ્યા પહોંચશે | Ayodhya Ram Mandir

Spread the love

સાયકલ યાત્રામાં જયંતિ પટેલ, પાર્થ ખત્રી, દશરથ પટેલ, જલક પટેલ, બાબુ પટેલ અને ચંદ્રકાંત જોડાયેલા છે

સીટીએમ વિસ્તારમાં રહેતા સાઈ ગ્રુપના સભ્યો દેશના વિવિધ સ્થળોએ અવાર નવાર સાયકલ યાત્રા કરે છે

50 થી પણ વધારે વર્ષો પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામલલ્લાના આ ભવ્યાતિભવ્ય ઉત્સવને દરેક લોકો યાદગાર બનાવવા માટે વિવિધ કાર્ય કરી રહ્યા છે ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહેતા સાઇ ગ્રુપના છ મિત્રો સાયક્લિંગ કરીને અયોધ્યા જવા માટે નીકળ્યા છે. આ વિશે ગ્રુપના આગેવાન જ્યંતીભાઇ પટેલે કહ્યું કે, ઘણાં વર્ષોની તપસ્યા પછી અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બન્યું છે અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની ભવ્ય રીતે ઉજવણી થવાની છે ત્યારે અમારા ગ્રુપના સભ્યો દ્વારા અયોધ્યા જવા માટેનો વિચાર કર્યો હતો. ગ્રુપમાંથી છ સભ્યોએ અયોધ્યા જવા માટે તૈયારી બતાવી હતી અને તે રીતે અયોધ્યા જવા માટે નીકળ્યા છીએ. અયોધ્યામાં ભગવાન શ્રીરામ બિરાજમાન તેનાથી વિશેષ બીજી કોઇ ખુશી અમારા જીવનમાં હોય શકે જ નહીં. અમે ફિટ ઇન્ડિયા મુમેન્ટના સ્લોગન સાથે સાયકલ લઇને અયોધ્યા જવા નીકળ્યા હતા. અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દર્શન કરવાનો લાભ નહીં મળે તો તે પછીના દિવસોમાં અમે ભગવાન શ્રી રામના દર્શન કર્યા વિના ઘરે પાછા ફરીશું નહીં. અમારા માટે ભગવાન શ્રી રામ સર્વોપરી છે અને તેમના દર્શન માત્રથી જીવન ધન્ય થઇ જશે. દિવસનું 100 કિ.મી. એમ 15 દિવસમાં 1500 કિ.મી.નું અંતર સાયક્લિંગ કરીને પૂર્ણ કરીને અયોધ્યામાં પહોંચીશું. અમારા ગ્રુપમાં 25 થી 62 વર્ષના લોકો જોડાયેલા છે. અત્યાર સુધીમાં 600 કિ.મી. અંતર પૂર્ણ કર્યું છે. અમે જમવા માટેની સુવિધા પણ અમે સાથે રાખી હતી. 

અમારા સાઇ ગ્રુપમાં વધુ સભ્યો જોડાયેલા છે, જેમાં હાલ છ મિત્રોએ અયોધ્યા માટે નીકળ્યા છીએ. 2012માં અમારા ગ્રુપના ત્રણ સભ્યો સાયક્લિંગ કરીને તિરૂપતિ, સોમનાથ અને પાંચ વાર શિરડી ગયા હતા. દરેક સ્થળોએ સાયક્લિંગની સાથે લોકજાગૃતિનો મેસેજ આપ્યો હતો. સમગ્ર દેશ અયોધ્યામાં બનેલા ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે ઉત્સુક છે ત્યારે અમે પણ અલગ જ અંદાજમાં અયોધ્યા જવા માટેનું આયોજન કર્યું હતું. – પાર્થ ખત્રી

હું ઘણાં વર્ષોથી સાયક્લિંગ કરું છું. મિત્રો સાથે ફરવા જવા માટે સાયક્લિંગ બેસ્ટ ઓપ્શન છે અને તેને લીધે અમે દેશના જાણીતા ધાર્મિક સ્થળોએ જઇએ છીએ. હું અત્યાર સુધી શિરડી, સોમનાથ, ડાકોર, તિરૂપતિ સુધી સાયક્લિંગ કર્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા તે મારા જીવનનો સંકલ્પ હતો ત્યારે હવે નવનિર્મિત ભગવાન રામના મંદિરમાં તેમના દર્શન કરવાથી મારું જીવન ધન્ય થશે. –  બાબુભાઇ પટેલ, 62 વર્ષ 

ઘણાં વર્ષોથી સાયકલ લઇને ગુજરાત સહિત વિવિધ જગ્યાએ પ્રવાસ કર્યો છે. ભગવાન રામલલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે મિત્રો સાથે સાયકલ લઇને અયોધ્યા દર્શન કરવાની વર્ષોની મારી ઇચ્છા પૂરી થવાની છે તે ક્ષણની અમે રાહ જોઇ રહ્યા છે. ભગવાન રામલલ્લાના દર્શન કરવાની વર્ષો પછીની મારી ઇચ્છા પૂરી થતા જીવન ધન્ય થઇ જશે. પરિવર તથા મિત્રોનો દરેક સમયે સપોર્ટ મળ્યો છે અને તેનાથી હું કાર્યમાં ઘણો સફળ રહ્યો છું. – દશરથભાઇ પટેલ


Spread the love

Related Posts

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *