સૂસવાટા મારતા પવને ગુલાબી ઠંડીનું જોર બમણું | 1 Double the force of the cold

Spread the love

સૌરાષ્ટ્રમાં સૂસવાટા મારતા પવને ગુલાબી ઠંડીનું જોર બમણું કરી દીધું, 30 કિમીના ઝડપે પવન ફૂંકાયો

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં આજે ઠંડી રાબેતામૂજબ રહીહતી પરંતુ, સૂસવાટા મારતા ઉત્તર દિશાના બર્ફીલા પવનો તીવ્ર ગતિએ ફૂંકાતા ઠંડી હતી તેના કરતા બમણી અનુભવાઈ હતી અને લોકો કડકડતી ઠંડીથી ધુ્રજી ઉઠયા હતા.ખુલ્લામાં રહેલા લોકો દિવસના સમયે પણ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા નજરે પડયા હતા.

તા. 12ના ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે, તાપમાન ઘટશે લોકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેર્યા, રાજકોટ, જામનગર, જુનાગઢ સહિત સ્થળે 15થી 30 કિમીના ઝડપે પવન ફૂંકાયો : પવનના પગલે અમરેલી, જુનાગઢ કરતા વધુ ઠંડી દ્વારકામાં નોંધાઈ હતી

ન્યુનત્તમ તાપમાન આજે કચ્છ પછી ગજરાતમાં સૌથી ઓછું રાજકોટમાં 12.6 સે. નોંધાયું હતું. નલિયા 9.6 ભૂજ 11.9 જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર 13.5 કેશોદમાં 14.9, જુનાગઢ અને અમરેલીમાં 16.6, દ્વારકામાં 16.4, ઓખા,પોરબંદર 18 અને વેરાવળ-દિવમાં 19 સે. રહ્યું હતું . ગાંધીનગર, અમદાવાદ, વડોદરામાં પારો પણ 16 સે.ને પાર તો સુરતમાં 20 સે.ને પાર થયો હતો.

સૂસવાટા મારતા

આમ, તાપમાનમાં વધારો નોંધાયો હતો પરંતુ, ઠંડીમાં ઘટાડો અનુભવાયો ન્હોતો. જુનાગઢના ગીર પર્વતો પર 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો અને ગઈકાલે ત્યાં રોપ-વે બંધ કરવો પડયો હતો. રાજકોટમાં ફળિયામા તુલસીક્યારે દિવો કરવો મૂશ્કેલ બને તેવો 15-20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો તો જામનગરમાં ન્યુનત્તમ તાપમાન 16 સે. પણ પવનની ઝડપ 25થી 30 કિ.મી. રહી હતી. જેના પગલે ઠંડી વધારે હોવાનો અહેસાસ થયો છે.

સૂસવાટા મારતા

મૌસમ વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ માવઠાંની આગાહી નથી, જો કે અંશતઃ છૂટાછવાયા વાદળો ક્યાંક દેખૌઈ શકે છે. હાલ ઉત્તરપ્રદેશ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને તા. 12ના ફરી હિમાલય વિસ્તારમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકવા આગાહી છે. આમ, મૌસમ સતત અપસેટ રહેવા સંભાવના છે. ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધુ ઘટાડો થવાની આગાહી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *